5 કલાક પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યૂમાં ડિરેક્ટરે જણાવ્યું કે, તેણે તેના 7 વર્ષના પુત્રને એનિમલનું એડિટેડ વર્ઝન બતાવ્યું હતું. ઈન્ટરવ્યૂમાં સંદીપે એ પણ જણાવ્યું કે, તેની પત્નીએ ‘એનિમલ’ ફિલ્મ પર કેવી પ્રતિક્રિયા આપી.
ગોવામાં મારા પુત્રને ફિલ્મ બતાવી-સંદીપ
સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યૂમાં સંદીપે કહ્યું, ‘મારો પુત્ર હિટ અને સુપરહિટનો કોન્સેપ્ટ નથી જાણતો પણ હા તે જાણે છે કે ‘એનિમલ’ પિતા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ છે. અમે આ ફિલ્મ તેને ગોવામાં નવા વર્ષના સમયે બતાવી હતી. અમે હાર્ડ ડિસ્કમાંથી ‘A’ રેટેડ દૃશ્યો કાઢી નાખ્યા અને તેને ફિલ્મ બતાવી. અમે તે બધાં દૃશ્યો કાઢી નાખ્યાં જે બતાવવાના નહોતા.’ સંદીપે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મમાં તેના પુત્રને એક સીન ખૂબ જ પસંદ પડ્યો છે. ‘તેને આખી ફિલ્મમાં અન્ડરવેર એક્શન સીન ખૂબ જ રમૂજી લાગ્યો.’
રિલીઝ થયા પછી, આ ફિલ્મ અને વાંગાની ભારે ટીકા થઈ હતી પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા
‘એનિમલ’ફિલ્મ જોઈને પત્નીને અણગમો ન થયો’
સંદીપે વધુમાં કહ્યું, ‘મારી પત્ની પણ મારી ફિલ્મો પર પ્રતિક્રિયા આપે છે. ઘણી વખત અમારી વૈચારિક લડાઈઓ થાય છે અને મને તેમાંથી સારો પ્રતિસાદ પણ મળે છે, મારી પત્નીને આ ફિલ્મમાં હિંસા વધુ લાગી હતી પણ અણગમો ન થયો’
બોબી દેઓલે ‘એનિમલ’માં વિલનનો રોલ કર્યો હતો
ખરાબ ટીકા થઈ હોવા છતાં, ફિલ્મ ‘એનિમલ’ એ વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ તાજેતરમાં OTT પર રિલીઝ થઈ છે જ્યાં તેણે ભારતીય ફિલ્મોના દર્શકોની દૃષ્ટિએ એક રેકોર્ડ બનાવ્યો છે.