34 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેટરીના કૈફે કબીર ખાનની ફિલ્મ ‘ન્યૂયોર્ક’માં કામ કર્યું હતું. જોકે શરૂઆતમાં તે આ ફિલ્મમાં કામ કરવા માગતી ન હતી. તેમણે ફિલ્મની ઓફર પણ નકારી દીધી હતી. પરંતુ સલમાન ખાનના આગ્રહ પર તે આ ફિલ્મ માટે રાજી થઇ ગઈ હતી.
આ વાતનો ખુલાસો ખુદ ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે તે સમયે સલમાન અને કેટરીના રિલેશનશિપમાં હતા.
કબીરે ઘણા ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો છે કે તે અને કેટરિના ઘણા સારા મિત્રો છે
સલમાને કહ્યું હતું- આંખો બંધ કરીને ફિલ્મ સાઈન કરો
યુટ્યુબ ચેનલ મેશેબલ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કબીર ખાને કહ્યું- હું સલમાન ખાનને પહેલી ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’ના શૂટિંગ દરમિયાન મળ્યો હતો. આ મીટિંગમાં જ કેટરીનાને મારી બીજી ફિલ્મ ‘ન્યૂયોર્ક’માં કાસ્ટ કરવામાં આવી હતી.
આ ફિલ્મ માટે કેટરિના પહેલી પસંદ હતી. યશરાજ પ્રોડક્શન સાથેની આ તેની પહેલી ફિલ્મ હતી. પરંતુ પહેલી મુલાકાતમાં જ વાર્તા સાંભળીને તે નિરાશ થઈ ગઈ. કદાચ તે લવસ્ટોરી ફિલ્મમાં કામ કરવા માગતી હતી.
કેટરિનાએ જ્હોન અબ્રાહમ અને નીલ નીતિન મુકેશ સાથે ફિલ્મ ‘ન્યૂયોર્ક’માં કામ કર્યું હતું
તે સમયે તે સલમાન ખાનને ડેટ કરી રહી હતી. જ્યારે સલમાને કેટરિના સાથે આ મીટિંગ વિશે વાત કરી તો તેણે કહ્યું કે ફિલ્મની સ્ટોરી સારી છે પણ કદાચ તેના અનુસાર નહીં. ત્યારબાદ સલમાને ડિરેક્ટરનું નામ પૂછ્યું. જ્યારે તેને ખબર પડી કે હું ડિરેક્ટર છું તો તેણે કહ્યું – તમારી આંખો બંધ કરો અને ફિલ્મ પર સહી કરો. હું તે છોકરાને મળ્યો છું. તેમનું કામ સારું છે.
કેટરિનાએ ઘણા વર્ષો પછી મને આ વાત કહી હતી.
કબીર ખાને સલમાનની ‘એક થા ટાઈગર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘ટ્યુબલાઈટ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે
કબીરે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી વાતો પણ શેર કરી હતી. તેણે કહ્યું કે ન્યૂયોર્કમાં 100 દિવસ સુધી શૂટિંગ થયું. કેટરીના માટે ફિલ્મનો આખો સેટઅપ નવો હતો. તેમણે વધુમાં કહ્યું- કેટરીના શરૂઆતમાં મને સેટ પર સર કહીને બોલાવતી હતી. ત્યારે મેં તેને કહ્યું- દોસ્ત, તારો બોયફ્રેન્ડ મારાથી 4 વર્ષ મોટો છે, પ્લીઝ મને સર ન કહે.
કબીર કેટરિનાને કરીના કહીને બોલાવતા હતા
કબીરે જણાવ્યું કે શરૂઆતમાં તે કેટરિનાને લગભગ 20 દિવસ સુધી કરીના કહીને બોલાવતો હતો. તેમણે કહ્યું- પહેલાં 20 દિવસ હું તેને કરીના કહીને બોલાવતો હતો અને પછી ધીમે-ધીમે જ્યારે અમે મિત્રો બન્યા તો મને કેટરીનાની આદત પડી ગઈ. પછી ‘બજરંગી ભાઈજાન’ દરમિયાન હું લાંબા સમય સુધી કરીનાને કેટરિના કહીને બોલાવતો રહ્યો.