1 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીએ શાહિદ કપૂર અને કરીના કપૂરના વખાણ કર્યા છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બંને ખૂબ જ પ્રોફેશનલ કલાકારો છે અને બ્રેકઅપ હોવા છતાં તેમણે ‘જબ વી મેટ’ના શૂટિંગમાં કોઈ સમસ્યા આવવા દીધી ન હતી. શાહિદ-કરીનાની જોડી તરીકેની આ છેલ્લી ફિલ્મ હતી જે 2007માં રિલીઝ થઈ હતી.
ઈમ્તિયાઝ અલીએ ગલાટા ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મોટાભાગની ફિલ્મ બની ગઈ હતી. પછી અમારે શાહિદ અને કરીનાના બ્રેકઅપના બે દિવસ પછી શૂટિંગ કરવાનું હતું. બંનેએ ખૂબ જ પ્રોફેશનલ રીતે શૂટિંગમાં ભાગ લીધો, તેમના અંગત જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું હોવા છતાં તેમના ચહેરા પર તેના કોઈ ભાવ નહોતા.’
‘જબ વી મેટ’ના શૂટિંગ દરમિયાન શાહિદ-કરીના અને ઈમ્તિયાઝ અલી
શાહિદ-કરીનાના કાસ્ટિંગ વિશે પણ વાત કરી
ઈમ્તિયાઝે ઈન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે, શાહિદ અને કરીના ફિલ્મ માટે પહેલી પસંદ ન હતા. શરૂઆતમાં તે બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સાથે આ ફિલ્મ બનાવવા માગતો હતો.
ઈમ્તિયાઝે કહ્યું, ‘બોબી મારો સૌથી સારો મિત્ર છે જેની સાથે હું આ ફિલ્મ બનાવવા માગતો હતો પરંતુ મને લાગ્યું કે આ ફિલ્મ બનાવવામાં પાંચ વર્ષ લાગશે. તેના કારણે બોબી બીજે ક્યાંક વ્યસ્ત થઈ ગયો, તેથી મેં વિચાર્યું કે હું તેની સાથે આ ફિલ્મ નહીં કરું. આ પછી મેં ‘જબ વી મેટ’ માટે શાહિદનો સંપર્ક કર્યો. શરૂઆતમાં મને લાગતું હતું કે આદિત્યના રોલમાં શાહિદ યુવાન દેખાશે, તેથી તેને થોડો પરિપક્વ દેખાડવા માટે, મેં તેને ચશ્મા પહેરાવ્યા અને તેના ડ્રેસિંગ પર કામ કર્યું.’
‘કરીનાના કાસ્ટિંગ પર ઇમ્તિયાઝે કહ્યું, ‘મેં અગાઉ આ ફિલ્મ માટે કરીનાનો સંપર્ક કર્યો હતો, પરંતુ બધું કામ નહોતું થયું. બાદમાં તે ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી. તે સમય દરમિયાન શાહિદ અને કરીના તેમની કારકિર્દીમાં ખૂબ સારા તબક્કામાં ન હતા. પરંતુ હું માનું છું કે દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતાના જીવનમાં આવા સમય આવતા જ રહે છે.’
કરીના કપૂરને ‘જબ વી મેટ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
ઈમ્તિયાઝે વધુમાં કહ્યું, ‘મેં કરીના પહેલા પ્રીતિ ઝિન્ટાને ‘જબ વી મેટ’ ઑફર કરી હતી પરંતુ તેણે તેને ફગાવી દીધી હતી. જ્યારે મેં પ્રીતિને તેના ઘરે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તે ખૂબ હસતી હતી. મને લાગ્યું કે તે મારી મજાક ઉડાવી રહી છે પરંતુ તેણે કહ્યું કે ફિલ્મ ખૂબ જ રમૂજી છે તેથી હું તેને સ્ક્રિપ્ટ સંભળાવતો ગયો.
‘જબ વી મેટ’ 2007માં રિલીઝ થઈ હતી
ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ (2007) રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કરીના કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મ માટે કરીના કપૂરને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં થયું છે.