1 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ હાલમાં જ જણાવ્યું હતું કે દિલજીત દોસાંજને ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં એટલા માટે કાસ્ટ કર્યો કારણ કે તે પૈસા બચાવવા માગતા હતા. BTS વીડિયોમાં ઈમ્તિયાઝ, દિલજીત દોસાંજ ઉપરાંત પરિણીતી ચોપરાએ પણ ફિલ્મમાં કામ કરવાના તેમના અનુભવો શેર કર્યા હતા.
સૌ પ્રથમ ઇમ્તિયાઝે કહ્યું, ‘આ ફિલ્મમાં અમે એક કામ માટે એક એક્ટરને રાખતા ન હતા. હું એક્ટર અને ગાયક દિલજીતને કાસ્ટ કરીને મારા પૈસા બચાવતો હતો. ફિલ્મનો રોમાંચ તેનું મ્યુઝિક છે.
ઈમ્તિયાઝ અલીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમણે ફિલ્મમાં દિલજીત અને પરિણીતી માટે લાઈવ સિંગિંગ શક્ય બનાવ્યું. તેમણે કહ્યું, ‘અમે તેમના માટે એક આખું બેન્ડ બનાવ્યું હતું તેથી તે સાચું લાઈવ સિંગિગ કરી રહ્યો હતો જેને અમે ઓન- સ્ક્રીન પર જીવંત કર્યો હતો. અમે બેકગ્રાઉન્ડ મ્યુઝિશિયનને બોલાવ્યા જેમની સાથે દિલજીત અને પરિણીતીએ ત્રણ-ચાર દિવસ સુધી ગીતો ગાયાં અને આ દરમિયાન કેટલીક વસ્તુઓ લાઈવ રેકોર્ડ કરવામાં આવી.
ઇમ્તિયાઝ અલી અને દિલજીત દોસાંજ
એવું લાગ્યું કે ચમકીલા આપણી આસપાસ છેઃ દિલજીત દોસાંજ
ફિલ્મમાં અમર સિંહ ચમકીલાનું પાત્ર ભજવવા પર દિલજીતે કહ્યું, ‘ફિલ્મની વાર્તા સંગીતની આસપાસ ફરે છે અને સંગીત મારા માટે ભગવાન છે. આ ફિલ્મ દ્વારા હું ભગવાનની નજીક આવ્યો છું, મને હંમેશા લાગ્યું કે સેટ પર ચમકીલા આપણી આસપાસ હાજર છે.
લાઈવ ગાવાનું પડકારજનક હતુંઃ પરિણીતી
અમર સિંહ ચમકીલાની પત્ની અમરજોતનો રોલ નિભાવનાર પરિણીતીએ કહ્યું કે ફિલ્મ માટે લાઈવ ગાવાનો અનુભવ ઘણો જ અલગ હતો. તે ખૂબ જ ઊંચા સ્કેલ પર હતું અને તે સ્કેલ પર ગાયન અને એક્ટિંગ મારા માટે ખૂબ જ પડકારજનક બાબત હતી જે મેં પહેલાં ક્યારેય કરી ન હતી.
ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર એ આર રહેમાને દિલજીત દોસાંજના વખાણ કર્યા હતા અને તેમને સુપરસ્ટાર કહ્યા હતા. પરિણીતીને અંડરરેટેડ સિંગર પણ ગણાવી અને કહ્યું કે તે એક સિંગર તરીકે પણ ખૂબ જ પ્રતિભાશાળી છે.
‘અમર સિંહ ચમકીલા’માં દિલજીત અને પરિણીતી
આ ફિલ્મ 12મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે
ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ નેટફ્લિક્સ પર 12 એપ્રિલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ પંજાબના લોક ગાયક અમર સિંહ ચમકીલા પર આધારિત છે. લુધિયાણાના એક નાનકડા ગામ ધુબરીમાં જન્મેલા અમર એક્સ્ટ્રા મેરિટલ અફેર, લવ અફેર અને પતિ-પત્નીના સંબંધો પર ગીતો રચતા હતા. પંજાબમાં લગ્નોમાં તેમના આ ગીતો પહેલી પસંદ હતા. ફિલ્મમાં દિલજીત દોસાંજ ચમકીલાનું પાત્ર ભજવે છે જ્યારે પરિણીતી ચોપરા તેની પત્ની અમરજોતની ભૂમિકામાં છે.