29 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેટરિના કૈફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન અને અક્ષય કુમાર વિશે વાત કરી હતી. અભિનેત્રીએ તેની ફિલ્મી કરિયરમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે પણ જણાવ્યું. કેટરિનાએ સલમાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા તેણે કહ્યું, ‘સલમાન ક્યારેય સેટ પર વહેલો આવતો નથી. તે સવારે વહેલો ઉઠતો નથી, પરંતુ એકવાર તે સેટ પર આવે છે, તે કામમાં સંપૂર્ણપણે ખોવાઈ જાય છે. સલમાન નિર્દેશકની દરેક વાત ધ્યાનથી સાંભળે છે અને તે મુજબ કામ કરે છે’.
‘અક્ષય કુમાર સમયના પાબંદ છે’
કેટરીનાએ અક્ષય કુમાર સાથે ‘નમસ્તે લંડન’, ‘સિંઘ ઈઝ કિંગ’ અને ‘સૂર્યવંશી’ જેવી ઘણી હિટ ફિલ્મો પણ કરી છે. અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે,અક્ષય અને સલમાનમાં કયા ગુણો સામ્ય છે. આ અંગે કેટરિના કહે છે કે, ‘બંને સંપૂર્ણપણે અલગ પ્રકારના લોકો છે. સલમાન જરાય મોર્નિંગ પર્સન નથી, જ્યારે અક્ષય વહેલી સવારે સેટ પર પહોંચી જાય છે.’
કેટરીનાએ કહ્યું કે અક્ષયને ઇમ્પ્રુવાઇઝ કરવાનું પસંદ છે. અક્ષય એકદમ અલગ વ્યક્તિ છે.
‘કો-સ્ટાર્સ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી’ – કેટરિના
કેટરિના કહે છે, ‘હું ઘણી તૈયારી સાથે સેટ પર આવું છું. મારો કો-સ્ટાર કોણ છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારા દિગ્દર્શક મારી પાસેથી જે પણ કામ ઈચ્છે તે કરવામાં હું માનું છું.
કેટરિના અનુષ્કા શર્માનો રોલ કરવા માગતી હતી
કેટરિનાએ વધુમાં કહ્યું કે તે આનંદ એલ રાયની 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્માનો રોલ કરવા માગતી હતી. કેટરીનાને આ ફિલ્મમાં તેના રોલ માટે ઘણી પ્રશંસા મળી હતી. ‘ઝીરો’ હજુ પણ કેટરિનાના કરિયરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક માનવામાં આવે છે.
કેટરીના કૈફ ગયા વર્ષે ‘ટાઈગર 3’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિનાની જોડીને પણ લોકોએ પસંદ કરી હતી. આ સિવાય તાજેતરમાં કેટરિના ‘મેરી ક્રિસમસ’માં પણ જોવા મળી હતી.