1 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ‘જય હો’ ગીત સૌપ્રથમ સલમાન ખાનની ફિલ્મ ‘યુવરાજ’ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ ટ્રેક ડેની બોયલને આપવામાં આવ્યો હતો, જેણે ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં આ ગીતનો ઉપયોગ કર્યો હતો. ‘જય હો’ને 2009માં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.
ફિલ્મ ‘યુવરાજ’ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી.
સલમાન ખાનની ફિલ્મનું ગીત ડેની બોયલને આપવામાં આવ્યું હતું
‘જય હો’ ગીતે સંગીતકાર એ.આર. રહેમાનની કારકિર્દીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. સુભાષ ઘઈએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ ગીત વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. ફિલ્મ મેકરે કહ્યું, ‘જય હો’ ગીત ‘યુવરાજ’ માટે બનાવવામાં આવ્યું હતું. અમે ગીત રેકોર્ડ કર્યું, પણ પછી અમને લાગ્યું કે, આ ગીત અમારી ફિલ્મની પરિસ્થિતિમાં બંધબેસતું નથી. વાસ્તવમાં, આ ગીત ‘યુવરાજ’ ફિલ્મમાં અભિનેતા ઝાયેદ ખાન પર ફિલ્માવવાનું હતું. પરંતુ મને લાગ્યું કે ઝાયેદ ખાન જેવા આક્રમક પાત્ર માટે આ ગીત થોડું નરમ છે. એટલા માટે અમે ફિલ્મમાં તેનો ઉપયોગ કર્યો નથી.’

એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ
સુભાષ ઘઈએ ખુશીથી ગીત સંગીતકારને પાછું આપ્યું. જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ના ડાયરેક્ટર ડેની બોયલે આ ટ્રેક સાંભળ્યો ત્યારે તેને ખૂબ ગમ્યું. તે તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતો હતો. તો પછી આ ગીતનો ઉપયોગ ‘સ્લમડોગ મિલિયોનેર’માં થયો હતો.
સુભાષ ઘઈ અને એ.આર. રહેમાને ઘણી વખત સાથે કામ કર્યું છે
સુભાષ ઘઈ અને રહેમાને પહેલીવાર ફિલ્મ ‘તાલ’માં સાથે કામ કર્યું હતું. ઘઈએ કહ્યું હતું કે, ‘હિન્દી ફિલ્મો માટે સંગીત આપવા માટે રહેમાનનો સંપર્ક કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. રહેમાન પણ ‘યાદે’માં ઘઈ સાથે કામ કરવાના હતા. પરંતુ રહેમાન ‘મ્યુઝિકલ બોમ્બે ડ્રીમ્સ’ સાથેની પ્રતિબદ્ધતાને કારણે આ પ્રોજેક્ટ પર કામ કરી શક્યા નહીં. ત્યાં સુધી કે, સુભાષ ઘઈની ફિલ્મ ‘કિસના’ માટે પણ રહેમાન માત્ર થોડી ધૂન લખવા માટે સમય કાઢી શક્યા. ઈસ્માઈલ દરબારે આ આલ્બમનું સહ-કમ્પોઝ કર્યું હતું.

સુભાષ ઘઈ અને એ.આર. રહેમાને ઘણી વખત સાથે કામ કર્યું છે
‘જય હો’ ગીતે 2 એવોર્ડ જીત્યા હતા
એ.આર. રહેમાને ડેની બોયલની ‘સ્લમડોગ મિલિયોનેર’માં તેમના કામ માટે બે ઓસ્કાર જીત્યા હતા. તેણે 81મા એકેડેમી એવોર્ડ્સમાં ‘જય હો’ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો પુરસ્કાર જીત્યો.