1 કલાક પેહલા
- કૉપી લિંક
જાની માસ્ટર તરીકે જાણીતા કોરિયોગ્રાફર શેખ જાની બાશાને આ વર્ષે ‘બેસ્ટ ડાન્સ કોરિયોગ્રાફી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળવાનો હતો. હવે કોરિયોગ્રાફર પર લાગેલા યૌન શોષણના આરોપોને કારણે આ એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, જાનીને સમારોહમાં આવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાની માસ્ટર તરીકે જાણીતા કોરિયોગ્રાફર શેખ જાની બાશા
નેશનલ એવોર્ડ સેલે બહાર પાડ્યું નિવેદન માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, જાનીનો પુરસ્કાર અને સમારંભમાં તેમનું આમંત્રણ બંને સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે જાની હવે 8મી ઓક્ટોબરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાનાર સમારોહમાં હાજર રહી શકશે નહીં.
નેશનલ ફિલ્મ એવોર્ડ સેલે આ નોટિસ જારી કરી છે.
કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામીન માંગવામાં આવ્યા હતા આ દિવસોમાં જાની જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે. કોર્ટે કોરિયોગ્રાફરને 6 થી 10 ઓક્ટોબર સુધીના જામીન આપ્યા છે.
ફિલ્મ ‘તિરુચિથામ્બલમ’ના ગીત માટે મળ્યો એવોર્ડ જાનીને વર્ષ 2022માં રીલિઝ થયેલી ધનુષની ફિલ્મ ‘તિરુચિત્રમ્બલમ’ના ગીત ‘મેઘમ કારુકથા’ના ડાન્સને કોરિયોગ્રાફ કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ગીતને જાનીએ સતીશ કૃષ્ણન સાથે કોરિયોગ્રાફ કર્યું હતું.
2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તિરુચિત્રમ્બલમ’નું ગીત ‘મેઘમ કારુકથા’ ધનુષ અને રાશિ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું હતું
જાનીએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ના ગીત ‘આય નહીં’નું કોરિયોગ્રાફ પણ કર્યું હતું, ફિલ્મના સેટ પર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સાથે કોરિયોગ્રાફર જાની (વચ્ચે)
જાનીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો આ વર્ષે સપ્ટેમ્બરમાં જાની સામે તેની જ 21 વર્ષની આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર દ્વારા જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સહાયકનો આરોપ છે કે, જાની છેલ્લા ઘણા સમયથી તેનું શોષણ કરી રહ્યો હતો. આ પછી 19 સપ્ટેમ્બરે સાયબરાબાદ પોલીસે જાનીની ગોવાથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાનીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
કોરિયોગ્રાફર જાની માસ્તર પોલીસ કસ્ટડીમાં
ખોટા ઈરાદાથી નોકરી અપાઈ હતી કોર્ટમાં કેસનો રિપોર્ટ રજૂ કરતા પોલીસે જણાવ્યું કે, પીડિતા વર્ષ 2019માં એક કાર્યક્રમ દરમિયાન પહેલીવાર જાની માસ્ટરને મળી હતી. આ પછી જાનીએ દૂષિત ઈરાદા સાથે પીડિતાને આસિસ્ટન્ટ કોરિયોગ્રાફરની નોકરીની ઓફર કરી હતી, જે પીડિતાએ સ્વીકારી લીધી હતી.
જાતીય સતામણી વખતે પીડિતાની ઉંમર 16 વર્ષની હતી 2020 માં, જાનીએ મુંબઈની એક હોટલમાં તેના સહાયક સાથે જાતીય શોષણ કર્યું. તે સમયે પીડિતાની ઉંમર 16 વર્ષની હતી. પોલીસે રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જાનીએ પીડિતાનું ચાર વર્ષમાં અનેક વખત જાતીય શોષણ કર્યું હતું.
તેની કારકિર્દી ખતમ કરવાની આપી ધમકી જાનીએ પીડિતાને તેની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, તેણે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને પીડિતાને ફિલ્મોમાં તકો મળવાથી પણ રોકી દીધી.
પત્નીએ પણ માર માર્યો, લગ્ન માટે તેના પર દબાણ કર્યું પોલીસે તેમના રિપોર્ટમાં એમ પણ કહ્યું કે, જાની અને તેની પત્ની પીડિતાના ઘરે ગયા અને તેની સાથે મારપીટ કરી હતી. તેમજ ધર્મ બદલવા અને લગ્ન કરવા દબાણ કર્યું હતું.
જાની પત્ની આયેશા સાથે
‘સ્ત્રી 2’ અને ‘પુષ્પા’ના ગીતોની કોરિયોગ્રાફી કરી છે જાની માસ્ટરનું સાચું નામ શેખ જાની બાશા છે. તેણે ‘બાહુબલી’ અને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ જેવી ફિલ્મોના ગીતો માટે ડાન્સ કોરિયોગ્રાફી કરી છે.
જાનીએ સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે
પવન કલ્યાણની પાર્ટીએ સંબંધો તોડી નાખ્યા જાતીય સતામણીના આરોપો બાદ જાનીને તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે તેમને કામદાર સંઘમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. જાનીના જૂના મિત્ર સુપરસ્ટાર અને આંધ્ર પ્રદેશના વર્તમાન ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે પણ જાનીને પાર્ટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. જાનીએ છેલ્લી ચૂંટણીમાં પવનની પાર્ટી જેએસપી માટે વ્યાપક પ્રચાર કર્યો હતો.