2 કલાક પેહલા
- કૉપી લિંક
તેલુગુ ફિલ્મ નિર્માતા ચરણ તેજ ઉપ્પલાપતિ ટૂંક સમયમાં બોલિવૂડમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ હાઈ બજેટની એક્શન-થ્રિલર ફિલ્મમાં કાજોલ, પ્રભુદેવા અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ દ્વારા કાજોલ અને પ્રભુદેવા 27 વર્ષ પછી સાથે કામ કરશે. આ પહેલા બંનેએ 1997માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘મિંસારા કાનાવુ’માં સાથે કામ કર્યું હતું, જે હિન્દીમાં ‘સપને’ ટાઈટલ સાથે રિલીઝ થઈ હતી.
ચરણ તેજની આ ફિલ્મમાં કાજોલ અને પ્રભુદેવા ઉપરાંત સંયુક્તા મેનન, જીશુ સેનગુપ્તા અને આદિત્ય સીલ જેવા કલાકારો પણ કામ કરશે. ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મેકર્સ ટૂંક સમયમાં તેનું ટીઝર રિલીઝ કરવા જઈ રહ્યા છે.
ફિલ્મના સેટ પર કાજોલ સાથે ડિરેક્ટર ચરણ તેજ (વચ્ચે)
પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ હૈદરાબાદ અને મુંબઈમાં શરૂ થયું હતું
ફિલ્મ વિશે વાત કરતા દિગ્દર્શક ચરણે કહ્યું- ‘હું આ વાર્તા ઘણા સમયથી લખી રહ્યો હતો. હવે આખરે હું આ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરીશ. અમે હૈદરાબાદ અને મુંબઈમાં તેના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને અમે ટૂંક સમયમાં તેનું ટીઝર રિલીઝ કરીશું.’
પ્રભુદેવા સાથે ડાયરેક્ટર ચરણ તેજ
‘મારી જાતને પડકારવા માગતો હતો’
ચરણે આગળ કહ્યું- ‘હું આ ફિલ્મને તેલુગુમાં સરળતાથી બનાવી શક્યો હોત પરંતુ હું મારી જાતને પડકારવા માગતો હતો, તેથી મેં તેને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મની વાર્તા માતા-પિતા અને બાળકોના સંબંધની આસપાસ વણાયેલી છે. આના દ્વારા અમે તે કહેવાનો પ્રયત્ન કરીશું કે સંતાનો તેમના માતાપિતાને છોડીને જતા રહે પછી માતાપિતા કેવું અનુભવે છે. આ અમે તમામ સાઉથ ભારતીય ભાષાઓમાં ડબ અને રિલીઝ પણ થશે.’
ફિલ્મ ‘સપને’ના એક દ્રશ્યમાં કાજોલ અને પ્રભુદેવા
‘સપને’ 175 દિવસ સુધી સિનેમાઘરોમાં ચાલી
કાજોલ અને પ્રભુદેવાએ અગાઉ 14 જાન્યુઆરી, 1997ના રોજ રિલીઝ થયેલી ‘સપને’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દક્ષિણમાં સુપરહિટ રહી અને 175 દિવસ સુધી સિનેમાઘરોમાં ચાલી. તેના ગીતો એ.આર. રહેમાને કમ્પોઝ કર્યા હતા જે સુપરહિટ રહ્યાં હતાં. આ કાજોલની તમિલ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેતા અરવિંદ સ્વામી પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા હતા.