6 કલાક પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ વિવાદોમાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, જો કે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ અને અરજીઓના કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાંથી વિવાદાસ્પદ દૃશ્યો હટાવવાનો આદેશ આપ્યો છે, જો કે કંગના રનૌતની વાત માનીએ તો તેનું કહેવું છે કે તે ફિલ્મ કટ વગર રિલીઝ કરાવશે. અભિનેત્રીએ કહ્યું છે કે તે કોર્ટમાં લડશે અને અનકટ વર્ઝન રિલીઝ કરાવશે, કારણ કે તે હકીકતો બદલવા માંગતી નથી.
હું ફક્ત અનકટ વર્ઝન જ રિલીઝ કરીશ – કંગના
કંગના રનૌતે હાલમાં જ શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં ફિલ્મ પરના પ્રતિબંધ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘એક છોકરો અને છોકરી એક ઝાડની પાછળ રોમાંસ કરતા હોય તે અંગેની જૂની જમાનાની વાર્તા બનાવતા રહો. આજે આપણે આનાથી ડરતા હોઈએ છીએ, કાલે આપણે કોઈ બીજાથી ડરતા હોઈશું. પછી લોકો અમને ડરાવવા લાગશે. આપણે દરેક વસ્તુથી ડરતા રહીએ છીએ. ક્યાં સુધી આપણે ડરતા રહીશું?’
‘મેં સંપૂર્ણ સ્વાભિમાન સાથે ફિલ્મ બનાવી છે, તેથી જ સેન્સર બોર્ડ કંઈપણ નિર્દેશ કરી શકતું નથી. તેઓએ મારું સર્ટિફિકેટ રોકી રાખ્યું છે, પરંતુ મેં નક્કી કર્યું છે કે હું ફિલ્મનું અનકટ વર્ઝન જ રિલીઝ કરીશ. હું કોર્ટમાં લડીશ અને તેને રિલીઝ કરીશ. હું અચાનક બતાવી શકતી નથી કે ઈન્દિરા ગાંધી પોતાના નિવાસસ્થાને એમ જ જાતે જ મૃત્યું પામ્યા. હું તેમને આ રીતે બતાવી શકતી નથી.’

ઘાતકીઓ ખુલ્લેઆમ ધમકી આપે છે, સરકારે પગલાં લેવા જોઈએ – કંગના
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘તેની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી. લોકો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમને કોઈ ખરાબ પરિણામ મળતું નથી. પંજાબમાંથી પણ તમામ પ્રકારના અપશબ્દો સાંભળવા મળી રહ્યા છે. જ્યારે લોકોને છૂટ મળે છે. જ્યારે દુર્વ્યવહારથી કંઈ થયું નહીં, ત્યારે મામલો થપ્પડ, પછી લાત, પછી જીવતા સળગાવવામાં ફેરવાઈ ગયો. તમે જોશો કે જ્યારે તેમને છૂટ મળે છે ત્યારે તેમનું મનોબળ કેટલું વધે છે.’
‘સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ. આવા ક્રૂર લોકો ખુલ્લેઆમ ધમકીઓ આપે છે, આ દેશની વાસ્તવિકતા છે.’
ધમકીઓથી ડરવાના સવાલ પર કંગનાએ કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું છે કે લોકો તમારી હાલત મોતથી પણ ખરાબ કરી શકે છે. આ મારું કામ છે. મેં તે ખૂબ મહેનતથી કર્યું છે.’
રિલીઝના 4 દિવસ પહેલા તમે કોઈ કારણ વગર જબરદસ્તીથી ફિલ્મની રિલીઝ અટકાવી કરી રહ્યા છો. તમે ભારે નુકસાન કરાવી રહ્યા છો. હું માનતી નથી કે આ દેશમાં આપણે આજના યુગમાં, સોશિયલ મીડિયાના યુગમાં આનો સામનો કરી રહ્યા છીએ.