51 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌત તેક્યારેક પર્સનલ લાઈફ તો ક્યારેક પ્રોફેશનલ લાઈફ અંગે ચર્ચામાં રહે છે. આ પાછળની સમગ્ર હકીકત એ છે કે કંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા ગઈ હતી. આ સમય દરમિયાન, EaseMyTrip કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટી સાથેનો તેમનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો છે. કેટલાક લોકોએ કંગના અને નિશાંતના ડેટિંગની અફવાઓ ફેલાવી હતી. જે બાદ કંગનાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અફવાને નકારી કાઢી છે.

કંગનાએ લખ્યું, હું મીડિયાને વિનંતી કરું છું કે ખોટા સમાચાર ન ફેલાવો. નિશાંત જી લગ્નજીવનમાં સુખી છે અને હું કોઈ બીજાને ડેટ કરી રહીછું. યોગ્ય સમયની રાહ જુઓ…અમને શરમાવશો નહીં. અભિનેત્રીએ કહ્યું કે દરરોજ એક નવા છોકરા સાથે છોકરીનું નામ જોડવું, માત્ર એટલા માટે કે તેઓ એક સાથે ફોટો ક્લિક કરે છે. આ યોગ્ય નથી. મહેરબાની કરીને આ ન કરો.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સાથે જોવા મળ્યા હતા
કંગના 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આવી હતી. કંગના નિશાંત પિટ્ટી સાથે જોવા મળી હતી, જેના પછી તેમની ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. આ કારણે અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કંગના અને નિશાંત બે વખત શ્રી રામજી મંદિરમાં સાથે જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહના દિવસે કંગના અને નિશાંત મંદિર પરિસરમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટનના એક દિવસ પછી પણ મંગળવારે કંગના અને નિશાંતે ફરી એકવાર સાથે મંદિરની મુલાકાત લીધી.
તો બીજી તરફ કંગના થોડા દિવસો પહેલાં પણ એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. આ પછી એક્ટ્રેસે તેમને એક સારો મિત્ર અને સ્ટાઈલિશ કહીને અફવાઓને ફગાવી દીધી હતી.

કંગનાના આગામી પ્રોજેક્ટ્સ
આ દિવસોમાં કંગના તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તે લીડ એક્ટ્રેસ છે, જેમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આટલું જ નહીં ફિલ્મની ડિરેક્ટર પણ કંગના છે.

કોણ છે નિશાંત પિટ્ટી?
નિશાંત પિટ્ટીએ વર્ષ 2000માં ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ EaseMyTrip ની શરૂઆત કરી હતી, આજે નિશાંત ભારતની પ્રખ્યાત હવાઈ મુસાફરી બુકિંગ વેબસાઈટના સહ-સ્થાપક છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ 2023માં પ્લેટફોર્મની કુલ બુકિંગ આવક રૂ. 3,716 કરોડ અને PAT રૂ. 106 કરોડ હોવાનું અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય તેમણે બોલિવૂડમાં કો-પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે.