3 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં રહેલી કંગના રનૌતે હાલમાં જ તેના બાળપણની કેટલીક તસવીરો શેર કરી છે. તે દિવસોની ખાસ પળને યાદ કરતાં કંગનાએ કહ્યું કે, બાળપણમાં થોડા પૈસા બચાવીને એક કેમેરા ખરીદ્યો હતો અને જ્યારે પણ તક મળતી ત્યારે તસવીરો ક્લિક કરતી હતી.
કંગનાએ પોતાની એક તસવીર સાથે લખ્યું કે, ‘જ્યારે પણ હું જૂની તસવીરો જોઉં છું ત્યારે હસવું રોકી શકતી નથી. હું ખૂબ રમુજી બાળક હતી. મેં થોડા પૈસા બચાવીને કેમેરો ખરીદ્યો હતો અને હું હંમેશા મારા ફોટોસ ક્લિક કરતી હતી. જ્યારે પણ પિતા અમને બહાર લઈ જતા, ત્યારે જો એક મિનિટ માટે પણ કાર રોકે તો હું તરત જ કારમાંથી બહાર નીકળી પોઝ આપવાનું શરૂ કરી દેતી હતી.

બીજી તસવીરને શેર કરતાં કંગનાએ લખ્યું છે કે, ‘જ્યારે પણ મને ભણવાનું કહેવામાં આવતું ત્યારે હું રૂમ બંધ કરીને પોતાને આ રીતે બનાવી અને પોઝ આપતી.’

આગળની તસવીરમાં કંગના લખ્યું કે, જ્યારે પણ મને કિચન ગાર્ડનમાંથી શાકભાજી લાવવાનું કહેવામાં આવતું, ત્યારે હું તે છોડનો ઉપયોગ પ્રોપ્સ અને પોઝ તરીકે કરતી હતી. મારી પાછળ ઉભેલા ગામના બાળકોના એક્સપ્રેસન જોવાનું ભૂલશો નહીં.

એક તસવીરની સાથે કંગનાએ લખ્યું છે કે, ‘સ્વાભાવિક છે કે મારી અંદરનો ડાયરેકટર હંમેશા અરીસાનું રિફલેકશન જોઈ આકર્ષાય છે. આ કેવો સરસ પોઝ છે.’

આજે કંગના રનૌતના નાના ભાઈ અક્ષતનો જન્મદિવસ છે. કંગનાએ પહેલા તેના ભાઈ સાથે બાળપણની તસવીરો શેર કરી અને એ પણ જણાવ્યું કે તેની દાદીએ તેને મંદિરમાં ભાઈ માંગવા કહ્યું હતું. આના પર કંગનાએ લખ્યું, ‘જ્યારે હું ઘણી નાની હતી ત્યારે મારી દાદી મને મંદિરમાં લઈ ગઈ હતી. તેણે મારા હાથ જોડીને મારા કાનમાં કહ્યું, માતાજી પાસે ભાઈ માગ. તે સમયે ભલે મને ભાઈ નો અર્થ ખબર ન હતી, પણ મેં મારી આંખો બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી. ભગવાનનો આભાર છે મને ભાઈ આપ્યો છે. હેપ્પી બર્થ ડે અક્ષત રનૌત.

જુઓ કંગના અને તેના ભાઈની તસવીરો-

કંગના તેના ભાઈને જન્મદિવસની ભેટ આપ્યા બાદ તેને કેક ખવડાવી રહી છે.

કંગના ભાઈ અક્ષતને કેક ખવડાવી રહી છે.

અક્ષતને કેક ખવડાવતા રંગોલી ચંદેલ. કંગના રનૌત પાછળ ઉભી છે.