57 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિવાદિત એક્ટ્રેસ કંગના રનૌતે અયોધ્યાના રામમંદિરની રામલલ્લાની મૂર્તિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ‘ભગવાનના ચહેરાની મેં જેવી કલ્પના કરી હતી મૂર્તિ બરાબર તેવી જ દેખાય છે.’ કંગનાએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરતી વખતે શિલ્પકાર અરુણ યોગીરાજની પણ પ્રશંસા કરી અને તેમને ‘ધન્ય’ ગણાવ્યા હતા.

કંગના રનૌતે આ સ્ટોરી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે
આ પ્રતિમા સાથે મારી કલ્પના જીવંત થઈ
કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મૂર્તિનો ક્લોઝ-અપ ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘જે રીતે મેં ભગવાન રામની એક નાના છોકરા તરીકે કલ્પના કરી હતી, આજે આ મૂર્તિ સાથે તે કલ્પનાઓ જીવંત થઈ છે… અરુણ યોગીરાજ, તમે ધન્ય છો.’

બીજી પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રશંસા કરી છે
આ પ્રતિમા મનમોહક છેઃ કંગના
બીજો ફોટો શેર કરતા કંગનાએ લખ્યું, ‘આ પ્રતિમા કેટલી સુંદર અને મનમોહક છે, અરુણ યોગીરાજ જી પર કેટલું દબાણ હશે અને સ્વયં ભગવાનને પથ્થરમાંથી કંડારવા માટે હું શું કહું, આ પણ રામની કૃપા છે. અરુણ જી શ્રી રામે સ્વયં તમને દર્શન આપ્યા છે, તમે ધન્ય છો.’ કંગનાનું નામ તે બોલિવૂડ સેલેબ્સમાં પણ સામેલ છે જેમને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં વ્યક્તિગત રીતે હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.

શિલ્પકાર અરુણ યોગીરાજ તેમની પુત્રી સાથે. તેમનો પરિવાર છેલ્લી 5 પેઢીઓથી મૂર્તિઓ બનાવે છે
‘ઇમર્જન્સી’નું પોસ્ટ પ્રોડક્શન ચાલુ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલમાં તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે. તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે, જેમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. કંગના ટૂંક સમયમાં આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરશે.

કંગનાએ હાલમાં જ આ ફોટો શેર કરીને માહિતી આપી હતી કે તેણે ‘ઇમર્જન્સી’ના પોસ્ટ પ્રોડક્શન પર કામ શરૂ કરી દીધું છે
કંગનાની છેલ્લી ફિલ્મ ‘તેજસ’ હતી જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હાલમાં, ‘ઇમર્જન્સી’ સિવાય, અભિનેત્રી પાસે બીજી એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જેમાં તે આર માધવનની વિરુદ્ધ જોવા મળશે.