12 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ પહેલા એક્ટ્રેસ કંગના રનૌતે મુંબઈમાં 1 કરોડ 56 લાખ રૂપિયામાં ઓફિસ માટે જગ્યા ખરીદી છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં અહીં તેની નવી ઓફિસ ખોલવા જઈ રહી છે. કંગના પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પહેલેથી જ હોમ-ઓફિસ અને રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ છે.
કંગના મુંબઈમાં 4 થી 5 પ્રોપર્ટી ધરાવે છે.
આ પ્રોપર્ટી 19મા માળે હાજર છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્ક વન નામની બિલ્ડિંગના 19મા માળે આવેલી એક્ટ્રેસની આ પ્રોપર્ટી 407 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. કંગનાએ 23 ઓગસ્ટે આ ડીલ સાઈન કરી હતી અને તેના માટે તેણે 9.37 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ ઉપરાંત એક્ટ્રેસે રજીસ્ટ્રેશન ફી માટે 30 હજાર રૂપિયા પણ આપ્યા છે.
કંગનાએ વર્ષ 2017માં મનાલીમાં આ આલીશાન બંગલો બનાવ્યો હતો.
મનાલીમાં 15 કરોડની કિંમતનો બંગલો
મે 2024માં લોકસભા ચૂંટણી લડતા પહેલા કંગનાએ પોતાની સંપત્તિ 91 કરોડ રૂપિયા જાહેર કરી હતી. કંગનાએ પોતાની એફિડેવિટમાં પોતાની પ્રોપર્ટીનો ઉલ્લેખ પણ કર્યો હતો. એક્ટ્રેસ ચંદીગઢમાં 4 કોમર્શિયલ યુનિટની માલિક છે. આ સિવાય તેની મુંબઈમાં કોમર્શિયલ પ્રોપર્ટી અને મનાલીમાં કોમર્શિયલ બિલ્ડિંગ છે. અભિનેત્રી મુંબઈમાં 16 કરોડ રૂપિયાના ત્રણ ફ્લેટ અને મનાલીમાં 15 કરોડ રૂપિયાના બંગલાની માલિક પણ છે.
BMCએ 2020માં બંગલાના એક ભાગને તોડી પાડ્યો હતો
કંગનાએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે BMCએ 2020માં બાંદ્રાના પાલી હિલમાં તેના બંગલાના અમુક ભાગને તોડી પાડ્યો હતો. આ માટે તેણે વળતરની માંગણી કરી હતી. પરંતુ હવે તે આ વળતર ઇચ્છતી નથી.
અભિનેત્રીની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ છે. આમાં અનુપમ ખેર અને શ્રેયસ તલપડે પણ મહત્વના રોલમાં જોવા મળશે.
‘ઈમરજન્સી‘ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ છે. તેણે પોતે તેનું દિગ્દર્શન કર્યું છે અને તેમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે.