6 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતે ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝમાં વિલંબ અંગે વાત કરી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ઉપરાંત શીખ સંગઠનોને પણ ફિલ્મ સામે વાંધો હતો જેના કારણે ફિલ્મ સમયસર રિલીઝ થઈ શકી ન હતી.
હવે કંગનાએ ન્યૂઝ18 ઈન્ડિયા ચૌપાલ ઈવેન્ટમાં ફિલ્મને લઈને લોકોના વાંધાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો જરનૈલ સિંહ ભિંડરાવાલેનો બચાવ કરી રહ્યા છે તેમને હું કહી દઉં કે તે સંત નહીં પરંતુ આતંકવાદી હતા.

કંગનાએ ‘ઇમરજન્સી’માં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.
કંગનાએ કહ્યું, ‘આ અમારો ઈતિહાસ છે જેને જાણી જોઈને છુપાવવામાં આવ્યો હતો. અમને આ વિશે કહેવામાં આવ્યું ન હતું. સારા લોકો માટે સમય નથી. મારી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ગયું છે. 4 ઈતિહાસકારોએ મારી ફિલ્મની દેખરેખ રાખી છે. અમારી પાસે તમામ દસ્તાવેજો છે. મારી ફિલ્મમાં કંઈ ખોટું નથી. પરંતુ કેટલાક લોકો ભિંડરાવાલેને સંત, નેતા અને ક્રાંતિકારી કહી રહ્યા છે. તેઓએ મારી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. મને ધમકીઓ પણ મળી છે.’
અગાઉની સરકારોએ ખાલિસ્તાનીઓને આતંકવાદી ગણાવ્યા હતા. તે (ભિંડરાવાલે) કોઈ સંત નથી એતો મંદિરમાં AK47 લઈને બેઠો હતો. મારી ફિલ્મ સામે અમુક લોકોને જ વાંધો છે અને તેઓ બીજાને પણ ભડકાવી રહ્યા છે. મને નથી લાગતું કે પંજાબના 99% લોકો ભિંડરાવાલેને સંત માનશે. તે આતંકવાદી હતો અને જો તે આતંકવાદી હોય તો મારી ફિલ્મ રિલીઝ થવી જોઈએ.
કંગનાએ કહ્યું- મોટું નુકસાન થયું છે જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મની રિલીઝ મોકૂફ થવાને કારણે તેને આર્થિક નુકસાન થયું છે, તો તેણે કહ્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભિંડરાનવાલેને આતંકવાદી તરીકે દર્શાવવા સામે લોકો વાંધો ઉઠાવશે. મને ત્રાસ જેવું લાગે છે. આ મારા માટે ખૂબ જ શરમજનક બાબત છે. અમારે પણ ઘણું નુકસાન થયું છે.

શીખ સમુદાયે મુંબઈમાં 4 બંગલા સ્થિત ગુરુદ્વારાની બહાર પ્રદર્શન કર્યું હતું.
શીખ સમુદાયે પ્રદર્શન કર્યું હતું તાજેતરમાં, શીખ સમુદાયે મુંબઈના 4 બંગલા સ્થિત ગુરુદ્વારાની બહાર ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. તેમની માંગ છે કે આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ અને કંગના સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહેલા જસપાલ સિંહ સૂરીએ કહ્યું હતું કે, જો ફિલ્મ રિલીઝ થશે તો રમખાણો અને નરસંહાર થશે. આ ચંપલ ખાવા જેવું કંગનાનું કામ છે તેને જૂતા પડશે.
કંગના ફિલ્મ ‘ઇમરજન્સી’માં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. કંગનાએ આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.
વર્ક ફ્રન્ટ પર, અભિનેત્રીએ તાજેતરમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ નામની બીજી ફિલ્મની જાહેરાત કરી છે.