2 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અનુપમ ખેર સાથે સદગુરુના દર્શન કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે સદગુરુના ચરણ સ્પર્શ કરી આર્શીવાદ લીધા હતા.
17 જાન્યુઆરીએ, PVR, જુહુમાં ફિલ્મ ‘ઇમરજન્સી’નું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું, જ્યાં સદગુરુએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન કંગના રનૌત અને અનુપમ ખેરે તેમનું સ્વાગત કર્યું હતું. ફિલ્મની સફળતા માટે આશીર્વાદ પણ લીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
કંગનાના આ વીડિયો પર યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘હિન્દુ સિંહણ કંગના રનૌત.’ બીજાએ લખ્યું, ‘આ જ સંસ્કાર છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘માત્ર તે જ આવું કરી શકે છે.’
કંગનાએ કહ્યું, આ અમારું સૌભાગ્ય છે કે સદગુરુજી અમારી ફિલ્મ જોવા આવ્યા. ફિલ્મમાં મારી સાથે ખૂબ જ સારો ક્રૂ અને અદ્ભુત કલાકારો હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સાથે કામ કરવું અમારા માટે ઘણું સારું હતું. જો હું આવા સારા લોકો સાથે ફિલ્મ બનાવી શકું તો કેટલી મોટી વાત છે.
સદગુરુએ કહ્યું, ભારતમાં ‘ઈમરજન્સી’ લાગુ થયાને 50 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈતિહાસ જાણવા યુવાનોએ આવી ફિલ્મો જોવી જોઈએ. આનાથી આપણા મનમાં કેટલાક પ્રશ્નો આવે છે. આપણે કોઈ પણ બાબતનો નિર્ણય કરવાનું ટાળવું જોઈએ. પ્રશ્ન એ છે કે શું આપણે જે શીખ્યા તે ફરી થઈ રહ્યું છે.
અનુપમ ખેરે કહ્યું, સદગુરુ અમારા સ્ક્રીનિંગમાં આવ્યા, જેનાથી અમને ખૂબ સારું લાગે છે. આ ફિલ્મમાં કંગનાએ અભિનયની સાથે સાથે ડિરેક્શન પણ કર્યું છે. તેણે આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.