39 મિનિટ પેહલા
- કૉપી લિંક
કિંગ ખાન એટલે કે, શાહરુખ ખાન આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પરિવાર સાથે જોવા મળ્યો હતો. એક્ટર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેમની પત્ની ગૌરીએ માસ્ક પહેર્યું હતું. જ્યારે ફોટોગ્રાફર તેમનો ફોટો લેવા માગતા હતા ત્યારે ગૌરીએ હસીને કહ્યું – ‘હું હજી તૈયાર નથી.’ દીકરી સુહાના સફેદ જેકેટ અને ગ્રે પેન્ટમાં જોવા મળી હતી. સુહાના ટૂંક સમયમાં એક સ્પાય-થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. એક તરફ આ ફિલ્મમાં સુહાના એક ડિટેક્ટિવના રોલમાં છે, તો પિતા શાહરુખ ખાન આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.
ફિલ્મમેકર કરન જોહર મુંબઈ એરપોર્ટ પર બ્લેક એન્ડ વ્હાઇટ હૂડી પહેરીને જોવા મળ્યો હતો. રિપોર્ટ્સનું માનવામાં આવે તો કરન જોહર અને સલમાન ખાન ફિલ્મ ‘ધ બુલ’માં સાથે કામ કરતા જોવા મળશે. આ પહેલાં બંનેએ 1998માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સાથે કામ કર્યું હતું.
અમીષા પટેલ સવારે એરપોર્ટ પર ગુલાબી ટ્રેક સૂટ પહેરીને જોવા મળી હતી. અમીષા પટેલ હાલમાં જ ફિલ્મ ‘તૌબા તેરા જલવા’માં જોવા મળી હતી. આ ફિલ્મના દિગ્દર્શક આકાશદિત્ય લામા હતા. અનન્યા પાંડે પણ તેમની માતા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ કારમાં સાથે જોવા મળ્યા હતા. મલાઈકા સફેદ બ્લેઝર સેટ પહેરેલી જોવા મળી હતી. હાલમાં મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં હતા. પરંતુ બંનેને સાથે જોઈને કહી શકાય કે મલાઈકા-અર્જુન હજુ પણ સાથે છે. આ દિવસોમાં મલાઈકા ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં જજ તરીકે જોવા મળી રહી છે.