16 મિનિટ પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટ આજકાલ તેની આગામી ફિલ્મ ‘જિગરા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મ માટે દિગ્દર્શક વાસન બાલાની પ્રથમ પસંદગી નહોતી. આટલું જ નહીં, જ્યારે નિર્માતા કરણ જોહરે આલિયાને ફિલ્મની સ્ટોરી મોકલી તો વાસનને તે ગમ્યું પણ ન હતું.
ટ્રાઈડ એન્ડ રિફ્યુઝ પ્રોડક્શન સાથેની વાતચીત દરમિયાન ‘જિગરા’ ફિલ્મના ડિરેક્ટર વાસન બાલાએ કહ્યું, ‘મેં કરણ જોહરને કેટલાક આઈડિયા સાથે રફ મેઈલ મોકલ્યો હતો. આના થોડા સમય બાદ મને કરણનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તેણે આ મેલ આલિયા સાથે શેર કર્યો છે. હું આનાથી નાખુશ હતો, કારણ કે જો મને ખબર હોત કે આ ઈમેલ આલિયાને પણ મોકલવામાં આવશે, તો મેં ઓછામાં ઓછું સ્ક્રિપ્ટમાં વ્યાકરણ અને જોડણી તપાસી હોત અને સ્ટોરી થોડી વધુ સારી રીતે લખી હોત.
વાસને કહ્યું, ‘મેં કરણને પૂછ્યું કે તેણે આવું શા માટે કર્યું, તો તેણે કહ્યું ના,ના એ આવું જ હોય. ચાલો એક-બે દિવસમાં મળીએ અને ચર્ચા કરીએ. એક મહિના પછી આલિયાએ રાહાને જન્મ આપ્યો. પછી અમે મળ્યા અને સ્ટોરી પર ચર્ચા કરી. કરણ જોહરે કહ્યું હતું કે હું આલિયાને સ્ટોરી સંભળાવીશ, તેથી મેં બાકીની સ્ટોરી કારમાં જ પૂરી કરી.
આ મુલાકાતમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી. તેણે કહ્યું, ‘મને જીગરા ફિલ્મની સ્ટોરી ખૂબ જ ગમી છે. હું પ્રથમ ભાગથી જ ઈમ્પ્રેસ થઈ ગઈ છું પરંતુ હજુ પણ આગળની સ્ટોરી સાંભળવા માંગતી હતી. પરંતુ કદાચ વાસન બાલા આ ફિલ્મમાં અન્ય કોઈને કાસ્ટ કરવા માંગતા હતા. જોકે વાસને આ વાતને નકારી કાઢી હતી.
ફિલ્મ ‘જિગરા’ વિશે વાત કરીએ તો, વેદાંગ રૈના આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે, જે તેના ભાઈનો રોલ કરી રહી છે. આ ફિલ્મની વાર્તા ભાઈ અને બહેન પર આધારિત છે. આલિયાની આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે. જે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ સાથે ટક્કર આપશે.