14 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરન જોહરે તાજેતરમાં ‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઇઝી અંગે કાર્તિક આર્યન પર કટાક્ષ કર્યો હતો. આના પર એક્ટરે કરનને ફની રીતે જવાબ આપ્યો. કરન અને કાર્તિકની રેપ બેટલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
કરન જોહર અને કાર્તિક આર્યન વચ્ચે રેપ બેટલ કાર્તિક આર્યને પોતે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. બંનેએ જયપુરમાં IIFA એવોર્ડ્સ 2025ને હોસ્ટ કર્યો હતો. આ એવોર્ડ શો દરમિયાન જ બંને વચ્ચે રેપ બેટલ થઈ હતી.

કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં કરન જોહર કહે છે, ‘તમે નવા વિદ્યાર્થી છો, હું એવરગ્રીન ફેકલ્ટી છું, ચાલો હું તમને રિયલ રોયલ્ટી સાથે પરિચય કરાવું.’ ખાન અને કપૂર હજુ પણ OG છે, આજના હીરોને જુઓ કે તે તેમની ફ્રેન્ચાઇઝી ચોરી રહ્યા છે.

બંનેએ એકબીજાની મજાક ઉડાવી કરનને જવાબ આપતા કાર્તિકે કહ્યું, ‘ફ્રેન્ચાઇઝી ચલાવવી એ કોઈ બાળકોની રમત નથી. હું નિષ્ફળ ન જાઉં તે માટે સખત મહેનત કરું છું. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ પણ ચાલી નહોતી ભાઈ, મેં મારી મહેનતથી ‘ભૂલ ભુલૈયા 3’ બનાવી.

એવોર્ડ શો દરમિયાન બંને વચ્ચે રેપ બેટલ થઈ કરને કાર્તિકને તેની ફિલ્મ ‘શહેજાદા’ની નિષ્ફળતાની યાદ અપાવી અને પોતાને “કિંગ મેકર” ગણાવ્યો. કરનની ફ્લોપ ફિલ્મ ‘કલંક’ને યાદ કરતાં કાર્તિકે કહ્યું, ટિકિટનું વેચાણ જોઈ તમને થઈ રહી છે જલન, હિટ થયો હું તો શું થયું નેપો કિડ નથી તો….
બંનેએ સાથે કામ કરવાની જાહેરાત કરી રેપના અંતે બંને એકબીજાને ટોણા મારવાનું બંધ કરે છે અને જાહેરાત કરે છે કે તે આગામી પ્રોજેકટ માટે સાથે કામ કરશે. કાર્તિક તેની આગામી ફિલ્મ માટે કહે છે કે- મેરા કર્મ, આપકા ધર્મ, આ જોડી સુપરહિટ છે.

વર્ષ 2021માં બંને વચ્ચે વિવાદ થયો હતો વર્ષ 2021માં, કાર્તિક આર્યન અને કરન જોહર વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે એક્ટરે કરનની ફિલ્મ ‘દોસ્તાના 2’માં કામ કર્યું ન હતું. જોકે, હવે બંને વચ્ચે બધું બરાબર છે. ધર્મા પ્રોડક્શન્સે કાર્તિક અભિનીત નવી ફિલ્મની જાહેરાત કરી છે.

આ ફિલ્મ 2026માં રિલીઝ થશે કરન જોહરે ગયા વર્ષે ક્રિસમસના અવસર પર કાર્તિક આર્યન સાથે એક ફિલ્મની જાહેરાત કરી હતી. બંને એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’. આ ફિલ્મ માટે કાર્તિક આર્યને 50 કરોડ રૂપિયા ફી લીધી છે.