10 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર વિકી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં એક્ટરના ફોન વોલપેપરમાં પત્ની કેટરિના કૈફનો બાળપણનો ફોટો જોવા મળે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે તો એવો પણ દાવો કર્યો છે કે વિકી ઈચ્છે છે કે તેની દીકરી કેટરિના જેવી દેખાય.

વિકીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં કેટરીનાના બાળપણનો ફોટો તેના ફોનના વોલપેપર પર દેખાઈ છે
વિકીએ કહ્યું- ફોન વિના જીવન મુશ્કેલ છે
હાલમાં જ એકઇન્ટરવ્યૂમાં વિકીને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુઓ છે જેના વિના તે જીવી શકતો નથી. તેના જવાબમાં વિકીએ કહ્યું કે મારો દિવસ ફોનથી શરૂ થાય છે અને સમાપ્ત થાય છે અને આ તે વસ્તુ છે જે હંમેશા અમારી સાથે રહે છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે ફોન વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી.
આ દરમિયાન વિકીએ થોડી સેકન્ડ માટે તેનો ફોન કેમેરા તરફ ફેરવ્યો, જેમાં વોલપેપરમાં કેટરિનાનો બાળપણનો ફોટો હતો.

કેટરિના અને વિકીએ ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા
ફેન્સેકપલની પ્રશંસા કરી હતી
આ વીડિયો વાઇરલ થયા બાદ ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ વિકી અને કેટના વખાણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે બંને કપલ ગોલ સેટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિકી દુનિયાના 0.1% પુરુષોમાંથી એક છે.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘વિકી ઇચ્છે છે કે તેના ભાવિ બાળકો કેટરિના જેવા દેખાય.’
લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા
કેટરિના અને વિકીએ ડિસેમ્બર 2021માં રાજસ્થાનના સિક્સ સેન્સ રિસોર્ટમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. બંને રોજ સોશિયલ મીડિયા પર હોલિડે અને ડેટ નાઈટના ફોટા શેર કરે છે.

આ દિવસોમાં વિકી શૂટિંગમાં વ્યસ્ત છે
વિકી આ દિવસોમાં છાવા માટે શૂટિંગ કરી રહ્યો છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી હાલમાં છાવા માટે શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’માં પણ જોવા મળશે. કેટરિનાની છેલ્લી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી.