8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી લારા દત્તા આ દિવસોમાં તેની વેબ સિરીઝ ‘સ્ટ્રેટેજીઃ બાલાકોટ એન્ડ બિયોન્ડ’ માટે ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની સાથે બનેલી છેડતીની ઘટના વિશે ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું,’ફિલ્મ ‘અંદાઝ’ના મ્યુઝિક લૉન્ચ પ્રોગ્રામમાં એક છોકરાએ તેની કમર પર ચુટકી ભરી હતી. જો કે, પછી તેને ખૂબ માર્યો હતો. આ જોઈને અક્ષય કુમાર ચિંતિત થઈ ગયા હતા અને મને બહાર ખેંચી લીધી હતી સાથે જ તેમણે કહ્યું હતું,’તમે અભિનેત્રી છો, તમે આવું ન કરી શકો?’
લારા દત્તાએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘અંદાઝ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ પણ કામ કર્યું હતું. લારા દત્તાએ આ ફિલ્મના મ્યુઝિક લોન્ચ દરમિયાન દરેક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. લારા દત્તાએ કહ્યું, ‘ફિલ્મના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે દિલ્હી ગઈ હતી. મ્યુઝિક લોન્ચ દરમિયાન એક વ્યક્તિએ મારો હાથ પકડીને મારી કમર પર ચુટકી ભરી હતી. મેં એ હાથ પકડીને એ માણસને ભીડમાંથી બહાર કાઢ્યો.’
લારા દત્તાએ કહ્યું, ‘જ્યારે મેં તેનો હાથ પકડીને બહાર કાઢ્યો તો તે નીચે પડી ગયો. એ વખતે મેં સાડી પહેરી હતી. મેં તેને મારવાનું શરૂ કર્યું. આ જોઈને અક્ષય ચિંતિત થઈ ગયો અને મને ત્યાંથી ખેંચી ગયો. અક્ષયે કહ્યું, ‘શું કરો છો. તમે અભિનેત્રી છો,તમે આવું ન કરી શકો?’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લારા દત્તા ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, અરશદ વારસી, રવીના ટંડન, જેકલીન અને દિશા પટણી સાથે જોવા મળશે. નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં લારા દત્તા પણ કૈકેયીનો રોલ કરી રહી છે.