4 કલાક પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે ઘણા બોલિવૂડ સેલેબ્સ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાનની ઘણી પળો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે પીઢ અભિનેતા પ્રેમ ચોપરાના ચરણ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. પોલિંગ બૂથ પરથી સલમાન ખાનનો પણ એક વીડિયો વાઇરલ થયો છે.

રણબીર કપૂર પ્રેમ ચોપરા અને તેમના જમાઈ શર્મન જોશીને મળી રહ્યો છે
શર્મન જોશીને પણ ગળે લગાવ્યા
વાઇરલ વીડિયોમાં રણબીર મતદાન કેન્દ્ર પર 88 વર્ષીય અભિનેતા પ્રેમ ચોપરાના ચરણ સ્પર્શ કરતો અને તેમના આશીર્વાદ લેતો જોવા મળ્યો હતો. આ અવસર પર પ્રેમ ચોપરાના જમાઈ એક્ટર શર્મન જોશી પણ તેમની સાથે જોવા મળ્યા હતા. રણબીરે પણ તેને ગળે લગાવ્યો.
‘એનિમલ’ અને ‘રોકેટ સિંહ’માં સાથે કામ કર્યું છે.
રણબીર અને પ્રેમ ચોપરાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’માં સાથે કામ કર્યું હતું. જેમાં પ્રેમ ચોપરા રણબીરના દાદાના રોલમાં જોવા મળ્યા હતા. અગાઉ પ્રેમ ચોપરાએ 2009માં રિલીઝ થયેલી રણબીરની ફિલ્મ ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઑફ ધ યર’માં પણ રણબીરના દાદાની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ‘રોકેટ સિંહઃ સેલ્સ મેન ઓફ ધ યર’ના એક દ્રશ્યમાં પ્રેમ ચોપરા અને રણબીર.
ચાહકોએ સલમાનના આ જેસ્ચરની પ્રશંસા કરી હતી
બીજી તરફ સલમાન ખાનનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં તે પોલિંગ બૂથમાં વ્હીલચેર પર બેઠેલી એક મહિલાને તબિયત વિશે પૂછતા જોવા મળે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ સલમાનના ફેન્સ તેને ‘મેન વિથ ગોલ્ડન હાર્ટ’ કહી રહ્યા છે.

મતદાન કેન્દ્ર પર એક મહિલાને મળતા સલમાન ખાન
પ્રેગ્નન્ટ દીપિકા અને નતાશા વોટ આપવા આવ્યા હતા
સોમવારે રણબીર અને સલમાન સિવાય ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ વોટ આપવા આવ્યા હતા. અભિનેત્રી દીપિકા પાદુકોણ અને વરુણ ધવનની પત્ની નતાશા દલાલે ગર્ભવતી હોવા છતાં મતદાન મથક પર જઈને પોતાનો મત આપ્યો હતો.

સોમવારે 5 મહિનાની ગર્ભવતી દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ સાથે વોટ આપવા પહોંચી હતી. 88 વર્ષના ધર્મેન્દ્રએ પણ મતદાન કર્યું હતું
88 વર્ષના ધર્મેન્દ્ર અને સલીમ ખાન પણ પહોંચ્યા હતા
88 વર્ષના ધર્મેન્દ્ર અને સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અક્ષય કુમારે ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત પોતાનો મત આપ્યો હતો, ત્યારે ઐશ્વર્યા રાય વોટિંગ લાઇનમાં ઉભેલા અન્ય મતદારો સાથે વાત કરતી જોવા મળી હતી.