3 કલાક પેહલા
- કૉપી લિંક
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના કથિત બ્રેકઅપને લઈને ઘણા મહિનાઓથી હેડલાઈન્સમાં છે. જો કે, બંને આ મામલે મૌન છે. દરમિયાન ઝૂમ પરના એક રિપોર્ટ અનુસાર, મલાઈકા અને અર્જુનનું 2 મહિના પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ, બંને પ્રેમ માટે ફરી સાથે જોડાઈ ગયા છે.
સૂત્રનો દાવો છે કે, લગ્ન તેમના અલગ થવાનું કારણ હતું
સૂત્રએ દાવો કર્યો છે કે બંને વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દાને લઈને અણબનાવ ચાલી રહ્યો હતો, જેના કારણે તેઓએ સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે બંને લાંબા સમય સુધી એકબીજાથી અલગ રહી શક્યા નહીં. તે જ સમયે, તેમના બ્રેકઅપને લઈને ઘણી અટકળો થઈ રહી છે. એવી પણ અફવા છે કે, બંનેમાંથી એક લગ્ન કરીને સેટલ થવા માગે છે, પરંતુ બીજો તેના માટે તૈયાર નથી.
મલાઈકાએ અર્જુનને અનફોલો કરી દીધો હતો
તેમના બ્રેકઅપની અફવા ત્યારે ચર્ચામાં આવી જ્યારે મલાઈકાએ અર્જુન અને તેના પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા. પરંતુ, અર્જુન મલાઈકાને ફોલો કરતો હતો. જો કે, અર્જુન કપૂરે પોતાની એક પોસ્ટ દ્વારા આ સમાચારોને અફવા સાબિત કરી દીધા હતા. મલાઈકાના જન્મદિવસના અવસર પર અર્જુન કપૂરે તેની સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. અર્જુન કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે મલાઈકા અરોરાએ ‘આઈ લવ યુ’ કહ્યું હતું.
છેલ્લાં ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે, મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ અર્જુન કપૂર અભિનેત્રી કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે. બાદમાં, કુશાએ આ અફવાઓનો ખુલાસો કર્યો અને તમામ બાબતોને ફગાવી દીધી.
બંને 8 વર્ષથી રિલેશનશિપમાં છે
મલાઈકા અને અર્જુન છેલ્લા 8 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટા શેર કરે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી તેણે આમ કરવાનું બંધ કરી દીધું છે. બંને ઘણા વેકેશનમાં પણ સાથે જોવા મળ્યા છે.