17 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ મનીષા કોઈરાલા નિર્દેશક મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ કરવા માગતી ન હતી. એક્ટ્રેસનું માનવું હતું કે ફિલ્મમાં માતાનો રોલ કર્યા બાદ તેમની કરિયર ઉપર પૂર્ણવિરામ મુકાઈ જશે. જો કે, આ નિર્ણયને તેમની નજીકના કોઈએ ટેકો આપ્યો ન હતો. બધાએ કહ્યું કે તે આવું કરવા માટે પાગલ હતી. દિગ્દર્શન ક્ષેત્રે મણિરત્નમનો દરજ્જો કેટલો મોટો છે એનો તેમને ખ્યાલ નહોતો. જોકે, લોકોની સમજાવટ બાદ તે આ ફિલ્મ માટે રાજી થઇ ગઈ હતી.
આ વાતનો ખુલાસો મનીષાએ પોતે હાલ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે. આ દિવસોમાં મનીષા સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ માટે ચર્ચામાં છે. મનીષા છેલ્લે કાર્તિક આર્યન સ્ટારર ‘શહેજાદા’ માં જોવા મળી હતી.
ફિલ્મની ઓફર મળતાં મનીષા મૂંઝવણમાં હતી
યુટ્યુબ ચેનલ O2ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મનીષાએ કહ્યું કે તે સમયે તેમનું માનવું હતું કે લોકો માતાની ભૂમિકા ભજવીને ટાઈપકાસ્ટ થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું, મને યાદ છે જ્યારે મને બોમ્બે ફિલ્મની ઓફર મળી હતી. આ પહેલાં મેં 1992ની ફિલ્મ ‘રોજા’ જોઈ ન હતી પરંતુ ફિલ્મનું ગીત ચોક્કસ સાંભળ્યું હતું. આ પણ એક મોટી હિટ હતી.
જ્યારે મને ‘બોમ્બે’ ફિલ્મની ઓફર કરવામાં આવી ટુયારે હું થોડી મૂંઝવણમાં હતી. તે સમયે હું બહુ બુદ્ધિશાળી ન હતી. ઈન્ડસ્ટ્રીમાં એક એવો નિયમ હતો કે યંગ એક્ટ્રેસ માતાની ભૂમિકા ભજવી શકતી નથી. આ બધી બાબતો મને વધુ ચિંતિત કરતી હતી.
લોકોએ કહ્યું કે જો હું ફિલ્મ માટે ના કહીશ તો હું મૂર્ખ હોઈશ : મનીષા
આ દરમિયાન મનીષાની મુલાકાત સિનેમેટોગ્રાફર અશોક મહેતા સાથે થઈ હતી. જેમની સાથે મનીષાએ ફિલ્મ ‘સૌદાગર’માં કામ કર્યું હતું. તેમણે મનીષાને કહ્યું કે જો તે આ ઓફરને રિજેક્ટ કરશે તો તે મૂર્ખ બની જશે.
મનીષાએ આ વિશે જણાવ્યું કે મીટિંગ દરમિયાન અશોક મહેતાએ મને પૂછ્યું, દીકરા, તું શું કરે છે. શું તમે જાણો છો કે તે કેવા પ્રકારના ફિલ્મમેકર છે? શું તમે જાણો છો કે તેણે કયા લેવલનું કામ કર્યું છે? મણિરત્નમની છેલ્લી ફિલ્મ પણ ઘણી હિટ સાબિત થઈ હતી.
તેમની આ વાતોમાં હું આવી ગઈ હતી પછી હું અને માતા ચેન્નાઈ ગયા. પછી મેં લુક ટેસ્ટ અને ફોટોશૂટ કરાવ્યું. આ પછી મેં ફિલ્મમાં શૈલા બાનોનો રોલ કર્યો. મનીષાએ વધુમાં કહ્યું કે તે ખુશ છે કે તે આ ફિલ્મનો ભાગ બની છે.