3 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરન જોહરના ટોક શો ‘કોફી વિથ કરન’ સીઝન 8માં સૈફ અલી ખાન તેની માતા અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે જોવા મળશે. કરન જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોના આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં માતા શર્મિલા સૈફ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. વેલ, આ પહેલીવાર નથી જ્યારે સૈફ આ શોનો ભાગ હશે. આ પહેલા તે દીકરી સારા અલી ખાન સાથે શોમાં જોવા મળી ચૂક્યો છે. આ એપિસોડમાં માતા શર્મિલા સૈફના ઘણા રહસ્યો જાહેર કરતી જોવા મળશે.
ઘણા લોકો કરન જોહરના ટોક શોને વિવાદાસ્પદ શો પણ કહે છે. અહીં આવ્યા બાદ ઘણીવાર સેલેબ્સ વિવાદોમાં ઘેરાઈ જાય છે.
કરન જોહરે પ્રોમો શેર કર્યો છે
પ્રોમોની શરૂઆતમાં સૈફ કહે છે, મને નથી ખબર કે અહીં બેસીને શું અપેક્ષા રાખવી. તેના પર કરને સૈફને કહ્યું કે, તે ‘નર્વસ’ દેખાઈ રહ્યો છે. કરને શર્મિલા ટાગોરને પૂછ્યું કે તેમણે તેના પુત્રને છેલ્લી વાર ક્યારે ઠપકો આપ્યો હતો. સૈફે આનો જવાબ આપતા કહ્યું કે આ માત્ર એક મિનિટ પહેલાની વાત છે.
શર્મિલા ટાગોર શરૂઆતમાં ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં શબાના આઝમીની ભૂમિકા ભજવવાની હતી.
કરને શર્મિલા ટાગોરને સૈફના કૉલેજના દિવસો વિશે પણ પૂછ્યું. માતા શર્મિલા જણાવે છે કે એકવાર યુનિવર્સિટી જવાને બદલે તે એર હોસ્ટેસ સાથે ડેટ પર ગયો હતો
શર્મિલા ટાગોર ‘રોકી ઔર રાની’માં ભૂમિકા ભજવવાની હતી
શર્મિલા ટાગોર અગાઉ કરન જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ભૂમિકા ભજવવાની હતી. બાદમાં તે રોલ શબાના આઝમીને આપવામાં આવ્યો હતો. શર્મિલા ટાગોરને આજે પણ અભિનય પસંદ છે. તે મનોજ બાજપેયી અભિનીત ફિલ્મ ‘ગુલમોહર’માં માતાની ભૂમિકામાં જોવા મળી છે. આ લાગણીઓથી ભરેલી ફિલ્મ છે. વેલ, કરનના શોમાં સૈફને માતા શર્મિલા સાથે જોવાનું ખૂબ જ રોમાંચક હશે.
સૈફ અલી ખાન આ પહેલા કોફી વિથ કરનમાં પુત્રી સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો.
છેલ્લા એપિસોડમાં અજય દેવગન-રોહિત શેટ્ટી જોવા મળ્યા હતા
શોની આ આઠમી સિઝનના નવમા એપિસોડમાં અભિનેતા અજય દેવગન તેના મિત્ર અને નિર્દેશક રોહિત શેટ્ટી સાથે પહોંચ્યો હતો. વીડિયોની શરૂઆતમાં, કરન અજય અને રોહિતને ડાયનેમિક ડ્યૂ કહીને આવકારે છે. આ પછી કરને અજયને પૂછ્યું કે શું તમે સફળતા માટે વધુ પડતી પ્રતિક્રિયા આપો છો? તેના જવાબમાં રોહિત શેટ્ટીએ કહ્યું કે હું તેના અને સલમાન વિશે વાત કરું છું. ફિલ્મ સારી ચાલે કે ન ચાલે, આ બંને કલાકારો પોતાની વેનની બહાર બેસીને ચિલ કરે છે.
અજય દેવગન અને રોહિત શેટ્ટી ખૂબ જ નજીકના મિત્રો છે.
અજયે કહ્યું- કોઈ તેને પાર્ટીમાં બોલાવતું નથી.
રેપિડ ફાયર રાઉન્ડમાં કરને અજયને પૂછ્યું કે તમે ક્યારેય પાર્ટીઓમાં જોવા મળતા નથી? અજયે જવાબ આપ્યો- કારણ કે મને પાર્ટીઓમાં બોલાવવામાં આવતો નથી. જ્યારે કરને પૂછ્યું કે તમે ક્યારેય એરપોર્ટ પર પણ સ્પોટ થતા નથી? તો અજયે હસીને કહ્યું કારણ કે હું ક્યારેય પેપ્સને ત્યાં બોલાવતો નથી.
રેપિડ ફાયર રાઉન્ડમાં કરને રોહિતને ત્રણ સવાલ પૂછ્યા અને ત્રણેયના જવાબમાં રોહિતે રણવીર સિંહનું નામ લીધું.