50 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. વિવાદો વચ્ચે આ ફિલ્મને વિવેચકો તરફથી પ્રશંસા મળી રહી છે, જોકે ફિલ્મે કલેક્શનની દૃષ્ટિએ ધીમી શરૂઆત કરી છે. ફિલ્મે પહેલા દિવસે 2.50 કરોડનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીમાં 39 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
બોક્સ ઓફિસ ટ્રેકર વેબસાઈટ Sacnilk.com ના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ઈમરજન્સીએ બીજા દિવસે 3.42 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ 2 દિવસમાં ફિલ્મની કમાણી 5.92 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આજે એટલે કે રવિવારે ફિલ્મની કમાણીમાં વધારો થવાની આશા છે.
5 વર્ષમાં રિલીઝ થયેલી કંગનાની હિન્દી ફિલ્મોનો રેકોર્ડ તૂટી ગયો
2 દિવસમાં માત્ર 5.92 કરોડ રૂપિયાની કમાણી કરવા છતાં કંગના રનૌતે છેલ્લા 5 વર્ષમાં રિલીઝ થયેલી તેની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 5 વર્ષમાં કંગના માત્ર હિન્દી ફિલ્મો ‘ધાકડ’ અને ‘તેજસ’માં જોવા મળી હતી. જ્યારે રૂ. 70 કરોડમાં બનેલી ‘તેજસે’ માત્ર રૂ. 5.6 કરોડની કમાણી કરી હતી, જ્યારે રૂ. 85 કરોડમાં બનેલી ‘ઘાકડે’ બોક્સ ઓફિસ પર માત્ર રૂ. 3.77 કરોડની કમાણી કરી શકી હતી. કંગના રનૌતની સાઉથની ફિલ્મોની વાત કરીએ તો તેની ‘ચંદ્રમુખી 2’ 5 વર્ષમાં માત્ર 40 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી, પરંતુ 65 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. જ્યારે ‘થલાઈવી’ પણ 4.98 કરોડની કમાણી કરીને નિષ્ફળ રહી હતી.
કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ અજય દેવગન, રાશા થડાની સ્ટારર ફિલ્મ ‘આઝાદ’ સાથે ટકરાઈ રહી છે. બંને ફિલ્મો 17 જાન્યુઆરીએ એકસાથે રિલીઝ થઈ છે. જ્યારે કંગનાની ફિલ્મે બે દિવસમાં 5.92 કરોડ રૂપિયાની કમાણી કરી છે, તો ‘આઝાદે’ 2.58 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બે ફિલ્મો સિવાય અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ પણ સ્પર્ધામાં છે. ફિલ્મે તેની રિલીઝના 38માં દિવસે એટલે કે ગયા શનિવારે 1.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મનું કુલ ભારતીય કલેક્શન 1226 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 1800 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સદગુરુએ ઇમરજન્સીની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી
17 જાન્યુઆરીએ, PVR, જુહુ ખાતે ફિલ્મ ઈમરજન્સીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જ્યાં આધ્યાત્મિક ગુરુ સદગુરુએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન કંગના રનૌત અને અનુપમ ખેરે તેમનું સ્વાગત કર્યું હતું. ફિલ્મની સફળતા માટે આશીર્વાદ પણ લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કંગનાના આ વીડિયો પર યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘હિન્દુ સિંહણ કંગના રનૌત.’ બીજાએ લખ્યું, ‘આ ધાર્મિક વિધિઓ છે.’ ત્રીજાએ લખ્યું, ‘માત્ર તે જ આ કરી શકે છે.’
કંગનાએ કહ્યું, ‘આ અમારું સૌભાગ્ય છે કે સદગુરુજી અમારી ફિલ્મ જોવા આવ્યા. ફિલ્મમાં મારી પાસે ખૂબ જ સારો ક્રૂ અને અદ્ભુત કલાકારો હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સાથે કામ કરવું અમારા માટે ઘણું સારું હતું. જો હું આવા સારા લોકો સાથે ફિલ્મ બનાવી શકું તો કેટલી મોટી વાત છે.
આધ્યાત્મિક ગુરુ સદગુરુએ કહ્યું, ‘ભારતમાં ઈમરજન્સી લાગુ થયાને 50 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈતિહાસ જાણવા યુવાનોએ આવી ફિલ્મો જોવી જોઈએ. આનાથી આપણા મનમાં કેટલાક પ્રશ્નો આવે છે પરંતું આપણે કોઈ પણ બાબતને મૂલવવાનું ટાળવું જોઈએ. પ્રશ્ન એ છે કે શું આપણે તેમાંથી શું શીખ્યા.
અનુપમ ખેરે કહ્યું, ‘સદગુરુ અમારા સ્ક્રીનિંગમાં આવ્યા, જેનાથી અમને ખૂબ સારું લાગે છે. આ ફિલ્મમાં કંગનાએ અભિનયની સાથે સાથે દિગ્દર્શન પણ કર્યું છે. તેણે આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.