10 કલાક પેહલા
- કૉપી લિંક
મૃણાલ ઠાકુરે ખુલાસો કર્યો છે કે તેણે તેમના માતા-પિતાના કારણે ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી. હકીકતમાં માતા-પિતાનો કડક આદેશ હતો કે તેમણે ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન ન કરવા જોઈએ. આ ડરના કારણે હાથમાંથી ઘણી સારી ફિલ્મો ગુમાવી પડી હતી.
જોકે, થોડા સમય બાદ તેણે તેમના માતા-પિતા સાથે આ મુદ્દે વાત કરી હતી. તેમણે માતા-પિતાને સમજાવ્યું કે વાર્તા પ્રમાણે કેટલીક બાબતો કરવી પડશે. મૃણાલે એ પણ જણાવ્યું કે તે પોતે ઈન્ટીમેટ સીન કરવામાં કમ્ફર્ટેબલ નથી, પરંતુ તે દરેક વખતે ફિલ્મોમાં પોતાની પસંદગી લાદી શકતી નથી.
માતા-પિતાને કારણે ઘણી ફિલ્મો રિજેક્ટ કરી
iDiva ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મૃણાલે કહ્યું હતું કે, તેમણે ઘણી ફિલ્મોને ઈન્ટીમેટ સીન્સના કારણે રિજેક્ટ કરી હતી કારણ કે તેમના પેરેન્ટ્સ તેમની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું, હું ડરી જતી અને કોઈ પણ ફિલ્મ માટે ના કહેતી. પણ હું ક્યાં સુધી ના કહી શકું?
એક સમય એવો આવ્યો જ્યારે મારે મારા માતા-પિતા સાથે વાત કરવી પડી. મેં પાપાને કહ્યું, ‘પાપા, હું દરેક ફિલ્મ છોડી શકતી નથી કારણ કે ક્યારેક આવું થાય છે, તે મારી પણ પસંદગી નથી.’
મૃણાલે એમ પણ કહ્યું કે, તે પોતે પણ આવા સીન કરવામાં અસહજ છે.
વાર્તા પ્રમાણે ઈન્ટીમેટ સીન જરૂરી છે
મૃણાલે વધુમાં જણાવ્યું કે થોડા સમય પછી તેમણે નક્કી કર્યું કે તે કોઈ ફિલ્મ માત્ર એટલા કારણથી નહીં છોડે કારણ કે તેમાં કિસિંગ સીન હોય. તેમણે સ્ક્રિપ્ટ પ્રમાણે જે કરવું પડશે તે કરવું જ પડશે.
તેમણે આગળ કહ્યું, હું ઘણી ફિલ્મો કરવા માગતી હતી. પરંતુ કિસિંગ સીન્સના કારણે મારે ફિલ્મો છોડવી પડી હતી. એક એક્ટર હોવાના નાતે તમારે આવા સીન માટે તૈયાર રહેવું પડે છે કારણ કે એ સીન વાર્તા અનુસાર જરૂરી છે. જો તમને અનુકૂળ ન હોય, તો તમે બોલી શકો છો. તમે વાત કરી શકો છો, પરંતુ હું તેના કારણે જ ફિલ્મો છોડી રહી હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃણાલ હાલમાં જ ફિલ્મ ફેમિલી સ્ટારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડા સાથે જોવા મળી રહી છે. તે જ સમયે આગામી સમયમાં તે ‘પૂજા મેરી જાન’ ફિલ્મમાં જોવા મળશે.