2 કલાક પેહલા
- કૉપી લિંક
નીના ગુપ્તાએ જણાવ્યું કે જ્યારે તેઓ કામની શોધમાં મુંબઈ આવ્યા ત્યારે મફત ભોજન મેળવવા માટે તે પ્રખ્યાત પૃથ્વી કેફેમાં રસોઈ બનાવતા હતા.
1981માં બોયફ્રેન્ડ સાથે દિલ્હીથી મુંબઈ આવી હતી
હાલમાં જ ‘ETimes’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નીના ગુપ્તાએ મુંબઈમાં તેમના શરૂઆતના દિવસો વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું કે ‘1981માં તેમના બોયફ્રેન્ડ સાથે દિલ્હીથી મુંબઈ આવી હતી. તેમને એકલી આવવાની હિંમત નહોતી, તેથી જ તે તેમના બોયફ્રેન્ડ સાથે આવી હતી.’ આ સમયે તે જુહુના પૃથ્વી થિયેટરમાં જોડાયેલ પૃથ્વી કાફેમાં રસોઈ બનાવતા હતા. જેથી તેમને મફતમાં ભોજન મળી શકે. આ ઉપરાંત તેઓ થિયેટરમાં નાટકો પણ કરતાં હતા.
બોયફ્રેન્ડ કહ્યું હતું- તું બોમ્બેમાં નોકરાણી બનવા આવી છે?
નીનાએ વધુમાં જણાવ્યું કે તેમના બોયફ્રેન્ડને તેમનું કામ પસંદ નહોતું. તેઓ મને કહેતા હતાં કે- શરમ કરો, શું તમે નોકરાણી બનવા બોમ્બે આવ્યા છો? આ કામ કરવા આવ્યા છો. તેમના બોયફ્રેન્ડના આ શબ્દોથી તેઓ ખૂબ જ દુઃખી અને ગુસ્સામાં હતા. હકીકતમાં બોયફ્રેન્ડે માત્ર તેમનું અપમાન કર્યું જ નહીં પરંતુ તેની પાસે સિગારેટ ખરીદવા માટે પૈસા પણ માંગ્યા.
નીનાએ NSDમાં ફ્લોર સાફ કરવાથી માંડીને બધું જ કર્યું
નીનાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે NSDમાં બધું જ કરતા હતા. ફ્લોર સાફ કરવાથી લઈને બીજું બધું. મારા ઘરે પણ કોઈ નોકર ન હતા. ઘરનું તમામ કામ તે જાતે જ કરતાં હતા. હું કોઈપણ પ્રકારનું કામ કરવામાં શરમાતી નથી.
ફિલ્મોની સાથે તેમણે નાના પડદા પર પણ કામ કર્યું
4 જુલાઈ 1959ના રોજ નવી દિલ્હીમાં જન્મેલા નીનાએ ‘યે નઝારિયાં’ (1982), ‘મંડી’ (1983), ‘ઉત્સવ’ (1984), ‘ડેડી’ (1989), ‘ખલનાયક’ (1993) ‘તેરે સંગ’ (2009) અને ‘વીર’ (2010) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ નીના ‘ગુડ બોય’ ઊંચાઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
આ સિવાય તેઓ ‘દાને અનાર કે’, ‘કિતની મોહબ્બત હૈ’ અને ‘દિલ સે દિયા વચન’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ અને ‘બુનિયાદ’ જેવી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળ્યા છે.
વિવિયન રિચર્ડ્સ સાથે અફેર હતું
એક સમય એવો હતો જ્યારે નીના ગુપ્તાના અફેરના સમાચાર મીડિયામાં જોરશોરથી ચાલતા હતા. 80 ના દાયકામાં હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ ભારતના પ્રવાસ પર કેરેબિયન ટીમ સાથે આવ્યા હતા. આ દરમિયાન તેની મુલાકાત એક ફંક્શનમાં નીના ગુપ્તા સાથે થઈ હતી. તેમની મુલાકાત ટૂંક સમયમાં પ્રેમમાં ફેરવાઈ ગઈ.
વિવિયન નીના પ્રત્યેના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તે ભૂલી ગયા હતા કે તેઓ પરિણીત છે. અફેર દરમિયાન નીના ગર્ભવતી બન્યા હતા. નીનાની પુત્રી મસાબા આજે ફેશનની દુનિયામાં જાણીતું નામ છે. બાદમાં વિવિયનથી અલગ થયા બાદ નીનાએ 2008માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.