42 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ આજે રિલીઝ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં પહેલા દિવસે એડવાન્સ બુકિંગમાં ફિલ્મની લગભગ 2 લાખ 30 હજાર ટિકિટો વેચાઈ છે. આ આંકડા પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસના છે, જે દેશની ટોચની 3 મલ્ટિપ્લેક્સ ચેઈન છે. આ સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે લગભગ 25-30 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. દેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શનિવાર 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. શાહરૂખ અને રાજકુમાર હિરાનીએ પહેલીવાર સાથે કામ કર્યું છે.
શાહરુખ ખાન માટે 2023 શાનદાર રહ્યું
શાહરૂખ ખાનની ‘પઠાન’ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં પ્રથમ દિવસે 103 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે શાહરુખની ‘જવાન’ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં પ્રથમ દિવસે 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ બંને ફિલ્મોએ જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા. આ સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે ‘ડંકી’ તેમના પ્રથમ દિવસે કેટલા કરોડની કમાણી કરે છે.
દેશમાં સફળ ફિલ્મોના એડવાન્સ બુકિંગના આંકડા (કોરોના પછી)
જવાનઃ 5.57 લાખ
પઠાન 5.56 લાખ
KGF 2 : 5.15 લાખ
એનિમલ 4.60 લાખ
ટાઇગર 3 : 3.15 લાખ
બ્રહ્માસ્ત્ર : 3:02 લાખ
ડંકી: 2.28 લાખ
‘ડંકી’ ભારતમાં લગભગ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહ્યો છે અને પ્રથમ દિવસે 15000 શો થશે.
રાજકુમાર હિરાની તમને લાગણીઓની રોલરકોસ્ટર રાઈડ આપશે
રાજકુમાર હિરાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશકોમાંથી એક છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘પીકે’, ‘સંજુ’, ‘3 ઈડિયટ્સ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા રાજુ હિરાનીની ફિલ્મ ‘ડંકી’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની પણ જોવા મળશે. કોમેડિયન સુનીલ ગ્રોવરનો ભાઈ અનિલ ગ્રોવર પણ આ ફિલ્મમાં છે. રસપ્રદ વાત એ છે કે ‘જવાન’માં સુનીલ ગ્રોવર વિલન હતો, પરંતુ ‘ડંકી’માં સુનીલ ગ્રોવરનો ભાઈ અનિલ ગ્રોવર શાહરૂખનો બેસ્ટ ફ્રેન્ડ બનતો જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઈમોશન અને કોમેડીથી ભરપૂર છે.