17 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર અભિષેક બચ્ચને હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે ડિરેક્ટર જે.પી. દત્તાએ તેમને એક એવોર્ડ ફંક્શનમાં જોયો અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને પ્રથમ તક આપી હતી. આ પહેલાં ઘણા દિગ્દર્શકોએ તેમને બે વર્ષ સુધી રિજેક્ટ કર્યો હતો. ઇન્ટરવ્યૂમાં અભિષેકે માત્ર પોતાના વિશે જ નહીં પરંતુ પિતા અમિતાભ બચ્ચનના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિષેકની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘૂમર’ હતી
પિતા સાથે ફિલ્મફેર એવોર્ડમાં ગયો અને જીવન બદલાઈ ગયું : અભિષેક
ગલાટ્ટા પ્લસને આપેલા ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું- ‘હું હંમેશાથી મૂવી સ્ટાર બનવા માગતો હતો, તેથી હું ઘણા નિર્દેશકોને મળ્યો પરંતુ તેમાંથી કોઈ પણ અમિતાભ બચ્ચનના પુત્રને લોન્ચ કરવાની જવાબદારી લેવા માગતા ન હતા. પછી મેં અને મારા એક મિત્રએ અમારી પોતાની સ્ક્રિપ્ટ લખવાનું નક્કી કર્યું, પરંતુ તે પણ પૂર્ણ થઈ શક્યું નહીં. પછી એક દિવસ હું મારા પિતા સાથે ફિલ્મફેર એવોર્ડમાં ગયો હતો, જ્યાં મારું જીવન બદલાઈ ગયું હતું.’

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાને કારણે નિર્દેશકો અભિષેકને બોલિવૂડમાં લોન્ચ કરવાની જવાબદારી લેવા માગતા ન હતા
‘મારી પાસે તે સમયે વધારે કપડાં નહોતાં’
અભિષેકે વધુમાં કહ્યું કે, ’20 વર્ષ પહેલાં જ્યારે ફિલ્મફેર એવોર્ડ્સ યોજાતા હતા, ત્યારે કલાકારોએ એક મહિના પહેલાં નક્કી કરી લેવું પડતું હતું કે, તેઓ ઈવેન્ટમાં શું પહેરશે. તે દિવસોમાં કોઈ અમને ભાડા પર અથવા મફતમાં આઉટફિટ આપતાં ન હતાં અમારે તે જાતે ખરીદવાં પડતાં હતાં.એવોર્ડની રાત્રે સાંજની પાળીમાં કોઈ શૂટિંગ કરતું ન હતું. આ એવોર્ડ-નાઈટમાં આખી ઈન્ડસ્ટ્રી હાજરી આપતી હતી, પછી ભલે કોઈ નોમિનેટ થાય કે ન થાય.
જોકે જ્યારે પપ્પાએ કહ્યું કે, ‘આ વખતે હું ફિલ્મફેર એવોર્ડ્સમાં તને સાથે લઈ જઈશ ત્યારે હું વિચારતો હતો કે હું શું પહેરીશ? અત્યારે કહેવું અજુગતું લાગે છે, પણ એ સમયે મારી પાસે બહું કપડાં નહોતાં અને ન તો નવા પોશાક પહેરી શકતાં હતાં. અમે તે સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા અને લોકોને તે જોવા ન દેવાનો પ્રયાસ કર્યો હતો.’

અભિષેકે આ શેરવાની બહેન શ્વેતાના લગ્નમાં પહેરી હતી. તેમણે ‘ફિલ્મફેર એવોર્ડ્સ સમારંભ’માં આ શેરવાની બીજી વાર પહેરી હતી
આ રીતે અભિષેકને ઓફર કરવામાં આવી હતી ‘રેફ્યુજી’
આગળની ઘટનાનું વર્ણન કરતાં અભિષેકે કહ્યું, ‘મારી પાસે પહેરવા માટે કંઈ ઔપચારિક નહોતું અને મને લાગ્યું કે જીન્સ અને ટી-શર્ટ પહેરીને જવું સારું નહીં લાગે. પછી મેં એ એવોર્ડ ફંક્શનમાં એ જ શેરવાની પહેરી હતી જે મેં થોડા વર્ષો પહેલાં મારી બહેનના લગ્નમાં પહેરી હતી.
તે વર્ષે જે.પી. દત્તાને બોર્ડર ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો અને જ્યારે તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા ત્યારે તેમણે મને જોયો હતો. બે દિવસ પછી તેમણે મને મળવા બોલાવ્યો અને પછી મને ફિલ્મની ઓફર કરી.

અભિષેકની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’નું પોસ્ટર
અભિષેકે 2000માં જે.પી. દત્તાની ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની સામે કરીના કપૂરે આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જુનિયર બચ્ચનની તાજેતરની રિલીઝ સ્પોર્ટ્સ-ડ્રામા ‘ઘૂમર’ હતી. તેનું નિર્દેશન આર બાલ્કીએ કર્યું હતું.