46 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત 3’ની રાહ હવે પૂરી થઈ ગઈ છે. નિર્માતાઓએ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 28 મે, 2024ના રોજ સ્ટ્રીમ થશે. જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય અને સાન્વિકા આ નવી સિઝનમાં અભિનેતા તરીકે વાપસી કરશે. તે વિશ્વના 240 દેશો અને પ્રદેશોમાં હિન્દીમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત તેને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ કરવામાં આવશે.
‘પંચાયત’ની છેલ્લી બે સિઝનમાં ફૂલેરા ગામના રહેવાસીઓ વિવિધ પડકારો સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હવે નવી સીઝન સાથે સિરીઝ નવો વળાંક લેશે એટલે કે ફૂલેરા ગામમાં ફરી અરાજકતા જોવા મળી રહી છે. જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય અને સાનવિકા ‘પંચાયત 3’ સાથે પરત ફરશે. વાઇરલ ફીવર દ્વારા પંચાયતનું નિર્માણ થાય છે.
આ સિરીઝનું નિર્દેશન દીપક કુમાર મિશ્રાએ કર્યું છે, જ્યારે ચંદન કુમારે પંચાયત 3ની વાર્તા લખી છે.
‘પંચાયત’ સિરીઝના ચાહકોની પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું- વિનોદ ભૈયા આખરે આવી રહ્યા છે. એકે લખ્યું, ‘વિનોદ તમે જોઈ રહ્યા છો.’ જ્યારે એકે લખ્યું- ‘હવે પ્રતીક્ષા પૂરી થઈ.’
સિરીઝની રિલીઝ ડેટ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી છે
અહેવાલો અનુસાર, ‘પંચાયત 3’નું પ્રીમિયર 15 જાન્યુઆરીએ થવાનું હતું. પરંતુ પછી તેને વધુ મુલતવી રાખવામાં આવી હતી. આ પછી ફરી એકવાર એવા અહેવાલો આવ્યા કે, આ લોકપ્રિય શોની ત્રીજી સિઝન માર્ચમાં આવવાની છે. પરંતુ હવે નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.