12 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ પરિણીતી ચોપરાએકરિયરની શરૂઆતમાં YRFમાં ઇન્ટર્નશિપ કરી હતી. અહીં પરિણીતીએ પ્રોડક્શન ટીમના માર્કેટિંગ અને પીઆર વિભાગમાં કામ કર્યું. અહીં તે રાની મુખર્જી, અનુષ્કા શર્મા અને રણવીર સિંહ જેવા મોટા સેલેબ્સનું પ્રમોશનલ કામ જોતી હતી. આ સેલેબ્સના ઇન્ટરવ્યુ પણ લાઇનઅપ કરતી હતી.
અહીં કામ કર્યા બાદ પરિણીતીને આદિત્ય ચોપરા દ્વારા એક સાથે 3 ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. પરિણીતીએ પોતે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં આ બધી વાતો કહી છે.

દોઢ વર્ષ સુધી YRFમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું
રાજ શમાની સાથેની એક મુલાકાતમાં પરિણીતીએ તેની શરૂઆતની કરિયર અને તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું- મેં રાની મુખર્જી માટે ‘દિલ બોલે હડિપ્પા’, દીપિકા પાદુકોણ અને નીલ નીતિન મુકેશ માટે ‘લફંગે પરિન્દે’ અને અને અનુષ્કા અને શાહિદ કપૂર માટે તેની ફિલ્મ ‘બદમાશ કંપની’નું પ્રમોશન કર્યું છે.
હું આ સેલેબ્સના ઇન્ટરવ્યૂ પણ લાઇનઅપ કરી હતી અને તેમના માટે કોફીનો ઓર્ડર પણ આપતી હતી. ઈન્ટર્ન તરીકે મેં કરેલી છેલ્લી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ હતી. પછી અહીં દોઢ વર્ષ કામ કર્યા પછી મેં આ નોકરી છોડી દીધી.
પરિણીતીએ જણાવ્યું કે આજે તે એવા પત્રકારોને પોતાના ઇન્ટરવ્યૂ આપી રહી છે જેમની સાથે તે સેલેબ્સના ઇન્ટરવ્યૂ લાઇનઅપ કરતી હતી. તેમણે કહ્યું કે એક ફોન કોલ તેની કરિયરમાં મોટો વળાંક લઈને આવ્યો હતો. તેમણે કહ્યું- મેં આ કામ છોડી દીધું હતું. થોડા દિવસો જ થયા હતા જ્યારે મને આદિત્ય ચોપરાનો ફોન આવ્યો. મને નવાઈ લાગી કે તે મને મળવા કેમ બોલાવે છે.
હું તેમને મળ્યો અને તેમણે મને યશ રાજ સાથે 3 ફિલ્મો માટે કોન્ટ્રાક્ટ ઓફર કર્યો. હું વિચારતી હતી કે શું થઈ રહ્યું છે.

પરિણીતીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાના એક મહિના પહેલાં પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ તેનું રેન્ડમ ઓડિશન લીધું હતું. જ્યારે આદિત્ય ચોપરાએ તે ક્લિપ જોઈ ત્યારે તેને લાગ્યું કે પરિણીતી પણ એક્ટ્રેસ બની શકે છે. ત્યારબાદ તે વીડિયોના આધારે આદિત્યએ તેને 3 ફિલ્મોની ઓફર કરી. આ પછી જ પરિણીતીએ લેડીઝ વર્સીસ રિકી બહલ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી.

પરિણીતી છેલ્લા 13 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ છે. તેમને 2011માં આવેલી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. હાલમાં જ તે અમર સિંહ ચમકીલા ફિલ્મમાં જોવા મળી હતી. ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે.