1 કલાક પેહલા
- કૉપી લિંક
વર્ષ 2000માં ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર કરીના કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મો સિવાય કરિના પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. તેણે વર્ષ 2012માં સૈફ સાથે લગ્ન કર્યા હતા. સૈફના આ બીજા લગ્ન હતા અને કરીના અને સૈફની ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે. કરીના કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફ અલી ખાન સાથેના લગ્ન વિશે વાત કરી છે. કરીનાએ જણાવ્યું કે જ્યારે તેમણે સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે ઘણા લોકોએ તેને આમ ન કરવા કહ્યું હતું. લોકો કહેતા કે લગ્ન કરવાથી વ્યક્તિની કરિયર પુરી થઈ જાય છે. પણ બેબોએ કોઈનું સાંભળ્યું નહિ.
કરીનાએ કહ્યું કે લગ્ન કરવાનો દરેક એક્ટ્રેસનો નિર્ણય યોગ્ય છે. કરીનાએ કહ્યું કે જ્યારે તેને યોગ્ય લાગ્યું ત્યારે તેણે લગ્ન પણ કરી લીધા.
લોકો કહેતા કે લગ્ન કરવાથી કરિયર પુરી થઇ જશે
બોલિવૂડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂ કરીનાએ કહ્યું કે લોકોનું માનવું છે કે તેણે લગ્ન ન કરવા જોઈએ. બધું પૂરું થઇ જાય છે. પરંતુ કરીનાએ કોઈની વાત ન માની અને લગ્ન કરી લીધા.
તેમણે વધુમાં કહ્યું કે, લોકોને જ્યારે મન થાય ત્યારે જ કંઈપણ કરવું જોઈએ. તેણી આગળ જે થાય છે તે જોવા માટે મક્કમ હતી. જો નોકરી ન મળી તો પણ તે લગ્ન કરવા માગતી હતી અને તેથી તેણે આમ કર્યું.
2 બાળકોના પિતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા
‘જબ વી મેટ’થી કરીના કપૂર શાહિદ કપૂરને ડેટ કરી રહી હતી, પરંતુ 2 વર્ષ પછી શાહિદ સાથે બ્રેકઅપ કર્યું હતું. ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન કરીના સૈફ અલી ખાનની નજીક આવી હતી. આ પછી કરીનાએ વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.
પરિવાર માટે ફિલ્મોથી દૂરી લીધી
કરીના કપૂરે સૈફ અલી સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મોમાં મોટા રોલ કરવાની ના પાડી દીધી હતી. તે પોતાનો મોટાભાગનો સમય તેના લગ્ન જીવન માટે ફાળવવા માગતી હતી. આવી સ્થિતિમાં તેમણે ‘તલાશ’, ‘સત્યાગ્રહ’, ‘સિંઘમ રિટર્ન’, ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં તેનો કોઈ મોટો રોલ નહોતો. પોતાના પહેલા પુત્ર તૈમુરને જન્મ આપ્યા બાદ કરીના ફિલ્મોથી દૂર રહી હતી. જો કે, સૈફના આગ્રહ પર કરીનાએ 2 વર્ષ પછી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’થી અએક્ટિંગમાં કમબેક કર્યું. આગામી સમયમાં તે ‘સિંઘમ અગેઈન’ ફિલ્મમાં જોવા મળશે.
હાલમાં જ કરીના કપૂર ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને ક્રિતી સેનન પણ લીડ રોલમાં હતાં. આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયું હતું, અત્યાર સુધીમાં વિશ્વભરમાં લગભગ 149.52 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.