57 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશ્મિકા મંદાના આ દિવસોમાં તેની ફિલ્મ ‘છાવા’ માટે ચર્ચામાં છે. હાલ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે હૈદરાબાદથી છે. રશ્મિકાની આ વાત સાંભળીને તેના કન્નડ ફેન્સ ગુસ્સે થયા અને એક્ટ્રેસ પર તેના મૂળ ભૂલી જવાનો આરોપ લગાવ્યો.
તાજેતરમાં રશ્મિકા મંદાના ફિલ્મ ‘છાવા’ ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રશ્મિકા કહેતી જોવા મળી, હું હૈદરાબાદથી છું અને હું એકલી આવી છું. આજે મને આશા છે કે હું તમારા પરિવારનો એક ભાગ છું.

રશ્મિકાના આ વીડિયો સામે આવતાની સાથે જ તેના કન્નડ ફેન્સ ગુસ્સે થઈ ગયા. કોઈએ આ વીડિઓ X પર શેર કર્યો છે. કેપ્શનમાં પણ લખ્યું કે- ક્યારેક મને તમારા પર દયા આવે છે કે તમને અમારા કન્નડ લોકો તરફથી આટલી બધી નકારાત્મકતા મળે છે. પણ જ્યારે તમે આવા નિવેદનો આપો છો, ત્યારે મને લાગે છે કે તે સાચા છે.

આ સિવાય ઘણા અન્ય યુઝર્સે પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે આજે પણ રશ્મિકા બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવી રહી છે. પરંતુ તેમણે પોતાના મૂળને ભૂલવું ન જોઈએ. જોકે, કેટલાક લોકોએ આ અંગે તેમનું સમર્થન પણ કર્યું.
રશ્મિકા કર્ણાટકના કુર્ગ પ્રદેશની છે રશ્મિકા મંદાના કર્ણાટકના કુર્ગ પ્રદેશની છે. તેમણે 2016માં કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક અલગ ઓળખ મળી.

રશ્મિકાએ પોતાની એક્ટિંગની શરૂઆત ફિલ્મ કિરિક પાર્ટીથી કરી હતી.
રશ્મિકા ‘સિકંદર’માં જોવા મળશે ફિલ્મ ‘સિકંદર’ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાઉથના ફેમસ ડિરેક્ટર એ. આર. મુરુગદાસ દ્વારા બનાવવામાં આવી છે. જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે.