4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ના કારણે હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. દરમિયાન ડિરેક્ટરે કહ્યું કે, તે ‘ગજની’ ફિલ્મની સિક્વલ પર પણ કામ કરવાનું વિચારી રહ્યા છે. મુરુગાદોસે તમિલ ફિલ્મ ‘ગજની’ના હિન્દી વર્ઝનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
ગજની-2ની પૂરી સ્ક્રિપ્ટ નથી પરંતુ બેઝિક આઈડિયા છે
તાજેતરમાં એ.આર. મુરુગાદોસે પીટીઆઈ (ન્યૂઝ એજન્સી)ને જણાવ્યું હતું કે, ગજની-2 પર કામ કરવા માટે વિચારી રહ્યો છું. અમારા મનમાં કંઈક છે, અમે બેસીને તેની પર ચર્ચા કરીશું. જો બધું બરાબર રહ્યું તો અમે ફિલ્મ બનાવી શકીએ છીએ. હાલમાં મારી પાસે પૂરી સ્ક્રિપ્ટ નથી, માત્ર બેઝિક આઈડિયા છે. જો ફિલ્મ બનાવીશું તો હિન્દી અને તમિલ બંને ભાષામાં બનાવીશું.

ગજની ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી
પ્રિક્વલ અને સિક્વલ ફિલ્મોમાં નવો જીવ રેડી દે છે- ડિરેક્ટર
ડિરેક્ટરે કહ્યું કે, ‘હોલીવુડ ફિલ્મોમાં કોઈ પાત્ર મૃત્યુ પામે તો પણ તેને ફરી બનાવવામાં આવે છે. પ્રિક્વલની સંભાવના હંમેશા હોય છે. ગજનીમાં અમે એક એવું પાત્ર બનાવ્યું હતું, જે પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યો હતો અને ખૂબ જ ધનવાન હતો. તેથી અમે ઈચ્છીએ તો કંઈક નવું કનેક્શન લાવી શકાય છે’. મુરુગાદોસનું કહેવું છે કે, પ્રિક્વલ અને સિક્વલ ફિલ્મોમાં નવો જીવ રેડી દે છે.
ગત મહિને ગજની ફિલ્મના પ્રોડ્યૂસર અલ્લૂ અરવિંદે પણ આમિર ખાન સાથે ‘ગજની’નો બીજો પાર્ટ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુરુગાદોસે તમિલ ફિલ્મ ‘ગજની’ના હિન્દી વર્ઝનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
ગજની ફિલ્મની વાર્તા સંજય નામના એક ઉદ્યોગપતિ પર આધારિત છે, જે પોતાની મંગેતર કલ્પનાના હત્યારાઓ સામે બદલો લેવા માંગે છે. ફિલ્મના તમિલ અને હિન્દી બંને વર્ઝનમાં અસિને કલ્પનાની ભૂમિકા ભજવી હતી. 2008માં આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

ફિલ્મમાં આમિરે ‘સંજય’ અને અસિને ‘કલ્પના’ની ભૂમિકા ભજવી હતી.
30 માર્ચે ‘સિકંદર’ રિલીઝ થશે
ડિરેક્ટર એ. આર. મુરુગાદોસની આગામી ફિલ્મ સિકંદર 30 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મ ઈદના પર્વે રિલીઝ થઈ રહી છે. ‘સિકંદર’માં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી, પ્રતીક બબ્બર, અંજની ધવન અને જતીન સરના પણ છે.