11 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ વર્ષની શરૂઆત આવેલી પ્રશાંત વર્માની ફિલ્મ ‘હનુમાન’ને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. તેજા સજ્જા મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મના રિલીઝ દરમિયાન તેણે સિક્વલની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મની સિક્વલ ‘જય હનુમાન’ના નામ સાથે આવી રહી છે. દિવાળી પહેલા આ ફિલ્મની પહેલી ઝલક શેર કરવામાં આવી છે.
સાઉથના આ અભિનેતા મુખ્ય રોલમાં જોવા મળશે ‘જય હનુમાન’નો ફર્સ્ટ લુક મેકર્સ દ્રારા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. મુખ્ય રોલમાં ‘કંતારા’ ફેમ ઋષભ શેટ્ટી જોવા મળશે. પોસ્ટરમાં તે હનુમાન’ના રૂપમાં જોવા મળે છે અને તેના હાથમાં ભગવાન શ્રી રામની મૂર્તિ છે.
કળિયુગમાં પૂરું થશે ત્રેતાયુગનું વચન પોસ્ટર શેર કરતી વખતે, મેકર્સે કેપ્શન લખ્યું છે, ‘કળિયુગમાં પૂરું થશે ત્રેતાયુગનું વચન’. નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર ઋષભ શેટ્ટી અને ડિરેકટર પ્રશાંત વર્મા ભક્તિ અને હિંમતની પૌરાણિક કથાને પડદા પર લાવી રહ્યા છે.
ઋષભ શેટ્ટીના ફેન્સ ઉત્સાહિત હનુમાન ફિલ્મમાં તેજા સજ્જાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સિક્વલમાં મુખ્ય ભૂમિકામાં નહીં હોય તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં દર્શકો એ જાણવા માટે ઉત્સુક હતા કે સિક્વલમાં મુખ્ય રોલમાં કોણ જોવા મળશે? સિકવલમાં ઋષભ શેટ્ટીની એન્ટ્રી પર યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઋષભના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે જ્યારે તેઓએ તેને પહેલીવાર જોયું તો તેમને લાગ્યું કે પોસ્ટર પર યશ છે.
વધુ બે ફિલ્મો પણ લાઈનમાં પ્રશાંત વર્મા યુનિવર્સની પહેલી ફિલ્મ ‘હનુમાન’ની હતી. ત્યારબાદ હવે તેની સિક્વલ ‘જય હનુમાન’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે, તેના સિવાય આ યુનિવર્સની વધુ બે ફિલ્મો ‘અધિરા’ અને ‘મહાકાલી’ પણ રિલીઝ થવા જઈ રહી છે.