2 કલાક પેહલા
- કૉપી લિંક
‘હીરામંડી’ સિરીઝના કારણે ચર્ચામાં રહેલા સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ લીડ રોલમાં છે. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ માટે એક ગીત કમ્પોઝ કર્યું છે, જો કે ફિલ્મમાં ગીત ક્યાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નથી.
તાજેતરમાં, વેબસાઇટ ગલાટા પ્લસ સાથેની વાતચીત દરમિયાન, સંજય લીલા ભણસાલીએ આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના ગીતો વિશે વાત કરી. તેમણે કહ્યું છે કે, ‘મેં ફિલ્મ લવ એન્ડ વોર માટે એક ગીત કમ્પોઝ કર્યું છે, પરંતુ મને હજુ સુધી ખબર નથી કે હું તેને ક્યાં ફિટ કરીશ. હું રસ્તો શોધી લઈશ. હું જાણું છું કે એ ગીત ચોક્કસપણે ફિલ્મમાં હશે અને એ ગીત વિના ફિલ્મ અધૂરી રહેશે.’
આ ફિલ્મ ક્રિસમસ 2025માં રિલીઝ થશે
થોડા મહિના પહેલા જ સંજય લીલા ભણસાલીએ ‘ફિલ્મ લવ એન્ડ વોર’ની ઓફિશિયલ જાહેરાત કરી હતી. આ સાથે જ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂરની ફિલ્મની સ્ટારકાસ્ટિંગને પણ લોક કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સંજય લીલા ભણસાલીએ કહ્યું છે કે,આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.’
તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ મે મહિનામાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી ત્યારથી આ શ્રેણી સતત હેડલાઇન્સમાં રહેતી આવી છે. સંજય લીલા ભણસાલીએ સિરીઝ દ્વારા ઓટીટી ડેબ્યૂ કર્યું છે. હવે તે જલદી ‘લવ એન્ડ વોર’ લાવશે. થિયેટરોમાં રિલીઝ થયેલી તેમની છેલ્લી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હતી, જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતી. રણબીર કપૂરે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ‘સાંવરિયા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.