2 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યા બાદ હોલિવૂડમાં પણ આગળ વધવાનું નક્કી કર્યું હતું. આ પછી પણ તદેશી ગર્લને ત્યાં સંઘર્ષ કરવો પડ્યો. બોલિવૂડની ટોપનીએક્ટ્રેસ હોવા છતાં પ્રિયંકાએ શૂન્યથી શરૂઆત કરી હતી.
પ્રિયંકાના જીવનનો સૌથી ખરાબ સમય હતો. ઈન્ડસ્ટ્રીમાં ન તો તેના કોઈ મિત્ર હતા અને ન તો તે કોઈને ઓળખતી હતી. ન્યૂયોર્ક શહેરમાં પણ તેને કોઈ ઓળખાણ ન હતી.
જોકે આટલી મુશ્કેલી છતાં એક્ટ્રેસ હાર માની નહીં. પરિસ્થિતિ તેના તરફેણમાં ન હતી આમ છતાં સંઘર્ષ સામે લડીને પોતાનું નામ બનાવ્યું. પ્રિયંકાએ 2017માં આવેલી ફિલ્મ ‘બેવોચ’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ બધી વાતો પ્રિયંકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે.
પ્રિયંકા હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકોથી અજાણ હતી
Cavanaugh James’ Podcast માં પ્રિયંકાએ હોલિવૂડમાં તેના શરૂઆતના દિવસો વિશે વાત કરી. કહ્યું- હું આ ઉદ્યોગને જાણતી ન હતી. ત્યાંના લોકોને ખબર ન હતી. ત્યાં કોઈ મિત્ર ન હતો જે મને સવારે 2 વાગ્યે ફોન કરે જે ખૂબ જ જરૂયી છે. હું ખૂબ જ એકલી હતી અને તે બધું ખૂબ જ ડરામણું હતું. ન્યુ યોર્ક શહેર પણ મારા માટે અંધકારથી ભરેલું હતું.
હોલિવૂડના લોકો પ્રિયંકાને મળવા પણ માગતા ન હતા
પ્રિયંકાએ જણાવ્યું કે તે 6 ટોપ મેગેઝીનના કવરમાં સામેલ છે. ભારતમાં તેની મજબૂત ફેન ફોલોઈંગ હતી. પરંતુ આ પછી પણ તેણે હોલિવૂડમાં શૂન્યથી શરૂઆત કરવી પડી હતી. આટલું જ નહીં, ત્યાંના લોકો પ્રિયંકાને મળવા માટે પણ તૈયાર ન હતા, જે ખૂબ જ દુઃખી હતી. જો કે આ બધા પછી પ્રિયંકાએ પોતાની જાતને તૂટવા દીધી ન હતી.
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે તે ખૂબ જ મહત્વાકાંક્ષી મહિલા છે. તે માને છે કે જ્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે તમારે પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જોઈએ. આ જ કારણ હતું જેની મદદથી પોતાની જાતને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી હતી.
પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘લવ અગેઇન’માં જોવા મળી હતી. આવનારા સમયમાં તે ‘હેડ્સ ઓફ સ્ટેટ’ ફિલ્મમાં જોવા મળશે.