1 કલાક પેહલા
- કૉપી લિંક
ડિરેક્ટર રામ ગોપાલ વર્માને હૃતિક રોશન પર વિશ્વાસ નહોતો. રામ ગોપાલ વર્માએ કહ્યું કે, જ્યારે તેણે પહેલીવાર હૃતિકને જોયો ત્યારે તેને લાગ્યું કે તે ક્યારેય સ્ટાર બની શકશે નહીં. રામુએ કહ્યું કે તેના સિવાય ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો પણ હૃતિક વિશે આવી જ ધારણા ધરાવતા હતા.
હૃતિકની પહેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ની રિલીઝની બધા જ રાહ જોઈ રહ્યા હતા. જોકે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હૃતિક વિશે બધાની વિચારસરણી બદલાઈ ગઈ. તેની પાસે ફિલ્મોની કતાર લાગી. તેની પ્રથમ ફિલ્મ પછી તેને સુપરસ્ટાર તરીકે ટેગ કરવામાં આવ્યો હતો.
રામુનો હૃતિક વિશે અલગ મત હતો
રામ ગોપાલ વર્માએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જ્યારે મેં પહેલીવાર હૃતિક રોશનને જોયો ત્યારે મને લાગ્યું કે, તે ક્યારેય સ્ટાર બની શકશે નહીં. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોને પણ એવું જ લાગ્યું. કદાચ તેથી જ તેને કોઈએ સાઈન કર્યો ન હતો. જો કે, જ્યારે તેની પહેલી ફિલ્મ બ્લોકબસ્ટર બની, ત્યારે બધા તેને ફોલો કરવા લાગ્યા.
રામ ગોપાલ વર્માની વાત કરીએ તો તેણે બોલિવૂડને ઘણી ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો સામાન્ય રીતે અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરોના જીવન પર આધારિત હતી. તેણે ‘સત્યા’, ‘શૂલ’, ‘સરકાર’ અને ‘કંપની’ સહિત ઘણી હિટ ફિલ્મો બનાવી છે. તેણે પોતાની ફિલ્મો માટે નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા છે. ‘સત્યા’એ 6 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. છેલ્લા ઘણા સમયથી રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો માટે ઓછા પરંતુ વિવાદો માટે વધુ જાણીતા છે.
ફિલ્મ પહેલા હૃતિક નર્વસ હતો, તેનું શરીર તૈયાર થઈ રહ્યું ન હતું
‘કહો ના પ્યાર હૈ’ની રિલીઝ પહેલા રિતિક રોશન ખૂબ જ પાતળો હતો. તે સમયે રિતિક રોશન 26 વર્ષનો હતો. તેના પિતા રાકેશ રોશન તે ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા હતા. ફિલ્મની શરૂઆત પહેલા હૃતિક ખૂબ જ નર્વસ હતો. ફિલ્મમાં તેણે પોતાના શરીર પર ખૂબ જ મહેનત કરવી પડી હતી.
આ ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. બંને પાત્રોને શારીરિક રીતે અલગ દર્શાવવાના હતા. હૃતિક સમજી શકતો ન હતો કે તેણે આ માટે કોની મદદ લેવી જોઈએ. અંતે તેણે સલમાન ખાન હેઠળ તાલીમ લેવાનું વધુ સારું માન્યું. તેણે સલમાન હેઠળ તાલીમ લીધી અને એક એવું શરીર વિકસાવ્યું જેની ચર્ચા લાંબા સમય સુધી થઈ.
‘કહો ના પ્યાર હૈ’ 2000માં રિલીઝ થઈ હતી. કમાણી સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. શાહરુખની ફિલ્મ ‘દિલ સે’ પછી હૃતિકની આ ફિલ્મ સંગીતના તમામ એવોર્ડ જીતનારી બીજી ફિલ્મ હતી.
આ ફિલ્મને બેસ્ટ મ્યુઝિક, લિરિક્સ, પ્લેબેક સિંગર મેલ અને કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ આ બધા જુદા જુદા ગીતો માટે હતા. આ સિવાય સૌથી વધુ પુરસ્કારો મેળવવા માટે આ ફિલ્મને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની 2002ની આવૃત્તિમાં સામેલ કરવામાં આવી હતી. તેને કુલ 92 એવોર્ડ મળ્યા હતા.