26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરની અગાઉની ફિલ્મ ‘એનિમલ’ 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં રણબીર સાથે બોબી દેઓલ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. બંને કલાકારો વચ્ચે ફાઇટ સીક્વન્સ હતી જે ખૂબ જ લોકપ્રિય હતી. આ માટે બંનેએ જબરદસ્ત બોડી પણ બનાવી હતી.
હવે એક ઇન્ટરવ્યૂમાં આ સીન વિશે વાત કરતી વખતે રણબીરે જણાવ્યું કે જ્યારે બોબીએ સેટ પર પોતાનો શર્ટ ઉતાર્યો ત્યારે તે અને તેમનો ટ્રેનર રડવા લાગ્યા હતા.
‘એનિમલ’ના ક્લાઈમેક્સમાં રણબીર અને બોબી વચ્ચે ફાઈટ સિક્વન્સ હતી
‘મેં મારો શર્ટ ઉતાર્યો ત્યારે આખા સેટે તાળીઓ પાડી હતી’
નેટફ્લિક્સ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીરે કહ્યું, ‘જ્યારે મેં આ ફિલ્મના સેટ પર મારું શર્ટ કાઢી નાખ્યું ત્યારે મારો ટ્રેનર મારા ફોટા લઈ રહ્યો હતો. જ્યારે મેં મારું શર્ટ કાઢી નાખ્યું ત્યારે મને વિશ્વાસ હતો. મને જોઈને, જ્યારે હીરોએ તેનો શર્ટ ઉતાર્યો ત્યારે આખા સેટે તાળીઓ પાડી. બે દિવસ પછી જ્યારે બોબીએ તેમનો શર્ટ કાઢી નાખ્યો હતો, ત્યારે હું અને મારો ટ્રેનર રડવા લાગ્યા હતા. અમને લાગ્યું કે અમે તો કામથી ગયા.
રણબીર અને બોબીએ આ એકદમ બોડી સીન યુકેમાં માઈનસ ડિગ્રીમાં શૂટ કર્યો હતો
આટલો પ્રેમ જોઈને મને ખુબ જ સારું લાગ્યું : બોબી
ઇન્ટરવ્યૂમાં રણબીરે બોબીને પૂછ્યું કે જ્યારે તેમને સોશિયલ મીડિયા પર ભગવાન બોબી કહેવામાં આવે છે ત્યારે તેને કેવું લાગે છે? જેના જવાબમાં બોબીએ કહ્યું, ‘હું મારા માટે આટલો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છું અને તેથી જ મને લોકો તરફથી આવી પ્રતિક્રિયા મળી રહી છે.’
‘એનિમલે’ વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ગત વર્ષે 3 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘જવાન’ અને ‘પઠાન’ પછી તે વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.