57 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ દિવસોમાં તે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે તાલીમ લઈ રહ્યો છે. અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો રણબીરના કોરિયન ટ્રેનર નૈમે શેર કર્યો છે. તેમાં રણબીર ઉપરાંત તેની પુત્રી રાહા અને પત્ની આલિયા પણ જોવા મળી રહી છે.
ટ્રેનર નૈમ સાથે જોગિંગ કરતો રણબીર.
વીડિયોના આ ભાગમાં અભિનેતાની પુત્રી રાહા આયા સાથે રમતી જોવા મળે છે.
વીડિયોમાં રણબીર પણ પત્ની આલિયા સાથે ફરતો જોવા મળ્યો હતો.
રણબીર જોગિંગ અને સ્વિમિંગની સાથે હાઇકિંગ પણ કરતો જોવા મળ્યો હતો.
નૈમે શેર કરેલા વીડિયોમાં રણબીર હાર્ડકોર ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કાર્ટવ્હીલ્સ, વેઈટ લિફ્ટિંગ, જોગિંગ, કોર એક્સરસાઇઝ અને સ્વિમિંગ કરવા સિવાય એક્ટર હાઈકિંગ પણ કરતો જોવા મળે છે.
વીડિયો શેર કરતા નૈમે આ કેપ્શન લખ્યું છે.
ચાહકોએ કહ્યું, ‘રામજીનું પાત્ર યોગ્ય હાથમાં છે’
આ વાઇરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ચાહકો અભિનેતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બીસ્ટ મોડ’. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, ‘રામજીનું પાત્ર યોગ્ય હાથમાં છે. ‘રામાયણ’ની હવે રાહ જોઈ નથી શકાતી.
આ પહેલા પણ નૈમે રણબીરનો એક ફોટો શેર કર્યો હતો જેમાં એક્ટર હેડસ્ટેન્ડ કરતો જોવા મળ્યો હતો. નૈમે કહ્યું હતું કે આ એક્ટરનું પહેલું હેડસ્ટેન્ડ છે. આ ફિલ્મમાં રણબીરની સાથે સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે અને ‘KGF’ ફેમ સુપરસ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે.
આ પહેલા નૈમે રણબીર હેડસ્ટેન્ડ કરતો આ ફોટો શેર કર્યો હતો.