3 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતનો જન્મ દિવસ છે. આ ખાસ દિવસે રિયા ચક્રવર્તીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુશાંતનો એક ફોટો શેર કર્યો છે. રિયાએ ફોટાની નીચે રેડ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે. બહેન શ્વેતાએ પણ ભાઈ સુશાંત માટે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયાં હતાં.
રિયા ચક્રવર્તીએ ફોટો પોસ્ટ કરીને સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો
રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે
સુશાંત અને રિયાની પહેલી મુલાકાત 2013માં એક સ્ટુડિયોમાં થઈ હતી. સુશાંત ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’નું શૂટિંગ કરી રહ્યો હતો. રિયા ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. શૂટિંગ દરમિયાન બંને મિત્રો બન્યા અને પછી પાર્ટીઓમાં મળવા લાગ્યા. થોડા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.
શ્વેતાએ ભાઈ સુશાંત માટે એક પોસ્ટ શેર કરી છે
આજે સુશાંત સિંહ રાજપૂતની 37મો બર્થડે છે. ત્યારે બહેન શ્વેતા સિંહે ભાઈ સુશાંતનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સુશાંત સ્ટેજ પર કહેતો જોવા મળે છે – આજે મારો જન્મદિવસ છે, તમે લોકો કૃપા કરીને મને વિશ કરી શકો છો. ક્યારેક સુશાંત એરોપ્લેન ઉડતો જોવા મળે છે તો ક્યારેક ઇન્ટરવ્યૂ દરમિયાન હસતો જોવા મળે છે. ક્યારેક તે સ્ટેજ પર હસતો જોવા મળે છે તો ક્યારેક મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળે છે. શ્વેતાએ ભાઈ સુશાંત માટે ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો.
તેમણે લખ્યું- મારા સોના જેવા ભાઈને જન્મદિવસની શુભેચ્છા. હું આશા રાખું છું કે તમે લાખો હૃદયમાં જીવો ચારે. તેમને સારું કરવા અને સારા બનવાની પ્રેરણા આપો. 3..2..1..અમારા માર્ગદર્શક સ્ટારને જન્મદિવસની શુભકામનાઓ. તમે હંમેશા ચમકતા રહો અને અમને માર્ગ બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. માત્ર 34 વર્ષની ઉંમરે સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું.
શ્વેતાએ ભાઈ સુશાંત માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે
ચાહકો પણ ભાવુક થઈ ગયા
શ્વેતાની આવી પોસ્ટ જોઈને ફેન્સ ઈમોશનલ થતા રોકી શક્યા નથી. એક ફેને લખ્યું- અમે સુશાંતને ક્યારેય ભૂલી શકતા નથી. તેઓ હંમેશા આપણા હૃદયમાં રહેશે. હેપી બર્થ ડે SSR.. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. અન્ય એક ફેને લખ્યું- હેપ્પી બર્થડે ડિયર સુશાંતસિંહ રાજપૂત. તમારી પ્રતિભા, જુસ્સો અને જીવન પ્રત્યેનો ઉત્સાહ લોકોને પ્રેરણા આપતો રહે. તમારો વારસો હંમેશા ચમકતો રહે.
સુશાંતસિંહ રાજપૂતના બર્થડેએ ફેન્સ ભાવુક બન્યા
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ સુશાંતને શુભેચ્છા પાઠવી હતી
બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ સુશાંત માટે તેના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે સુશાંતને ગળે લગાવતો પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. કેપ્શન લખ્યું- હેપ્પી બર્થડે ભાઈ. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના નિર્દેશક મુકેશ છાબરા હતા. આ ફિલ્મ અભિનેતાના મૃત્યુના એક મહિના પછી જુલાઈ 2020 માં રિલીઝ થઈ હતી.
મુકેશ છાબરાએ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે
‘પવિત્ર રિશ્તા’થી મળી લોકપ્રિયતા
વર્ષ 2009માં આવેલા શો ‘પવિત્ર રિશ્તા’થી સુશાંત દરેક ઘરમાં લોકપ્રિય બન્યો હતો. બાલાજીના બેનર હેઠળના આ શોમાં અંકિતા લોખંડે પણ હતી. શોમાં માનવ અને અર્ચનાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. માનવની ભૂમિકા માટે સુશાંતને ત્રણ મોટા ટેલિવિઝન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટ મેલ એક્ટર અને સૌથી લોકપ્રિય અભિનેતાના પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે. આ પછી સુશાંતે 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘પીકે’, ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય આપ્યો હતો.
સુશાંત અને અંકિતા લોખંડે ‘પવિત્ર રિશ્તા’માં સાથે જોવા મળ્યા હતા