8 કલાક પેહલા
- કૉપી લિંક
‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’ જેવા રિયાલિટી શોથી ઓળખ મેળવનાર વરુણ સૂદને મગજમાં ઈજા થઈ છે. વરુણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ડોક્ટરોની સલાહ પર તે હવે સોશિયલ મીડિયાથી બ્રેક લઈ રહ્યો છે.
વરુણ સૂદે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શન દ્વારા મગજની ઈજાના સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું છે, હેલો, મને કનેક્શન છે. હું થોડા દિવસો સુધી કોઈપણ મેસેજનો જવાબ આપી શકીશ નહીં. મને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનું કહેવામાં આવ્યું છે. હું જલ્દી પાછો આવીશ.
કનકેશન શું છે?
કનકેશન એ મગજની ઇજાનો એક પ્રકાર છે, જે મગજની કામગીરીમાં સમસ્યાઓનું કારણ બને છે. આ પ્રકારની મગજની ઈજાથી પીડિત લોકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં, વસ્તુઓને યાદ રાખવામાં, સંતુલિત કરવામાં અને ઊંઘવામાં તકલીફ પડે છે. દર્દીઓને માથાનો દુખાવો પણ થાય છે. જોકે આ સ્થિતિ કામચલાઉ છે.
વરુણ સૂદ રવિના ટંડન સાથે જોવા મળ્યો છે
વરુણ સૂદ આ વર્ષે રિલીઝ થયેલી સિરીઝ ‘કર્મા કોલિંગ’માં જોવા મળ્યો છે. આ સિરીઝમાં તેમની સાથે રવિના ટંડન, રોહિત રોય, વલુશા ડિસોઝા લીડ રોલમાં હતા. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 29 વર્ષના વરુણ સૂદે એમટીવીમાં વીડિયો જોકી બનીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. થોડો સમય વીજે તરીકે કામ કર્યા પછી તેમણે MTV રોડીઝની 12મી સીઝનમાં ભાગ લીધો. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ની 9મી સિઝનમાં પણ ભાગ લીધો હતો. તે ‘ખતરોં કે ખિલાડી 11’માં પણ જોવા મળ્યો છે.
એક્ટિંગ કરિયર વિશે વાત કરવામાં આવે તો, વરુણે 2019 માં અલ્ટ બાલાજીની ફિલ્મ ‘રાગિણી એમએમએસ’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. 2022માં વરુણે કરન જોહરની ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં છોટાની ભૂમિકા પણ ભજવી છે.