21 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિગ બોસ 17ના ફિનાલેને હવે માત્ર 2 દિવસ બાકી છે. આ દરમિયાન મેકર્સે શોનો નવો પ્રોમો શેર કર્યો છે. ફિનાલે પહેલા રોહિત શેટ્ટી શોમાં સ્પર્ધકોને મળવા આવ્યો હતો. પ્રોમોમાં, રોહિત, મુનવ્વર ફારૂકી અને અભિષેક કુમાર, મન્નારા ચોપરા અને અંકિતા લોખંડેના ક્લાસ લેતો જોવા મળે છે. તેણે અભિષેકને કહ્યું કે તે હંમેશા એક જ પીડિત કાર્ડ રમે છે.
રોહિતે કહ્યું કે, ‘તમે સન્માનની તક ગુમાવી દીધી છે? જ્યારે તમે છોકરીઓ સાથે લડો છો, ત્યારે તમારો મિજાજ ક્યારેય ન ગુમાવો. તેણે કહ્યું કે ક્યારેય કોઈ છોકરી પર હાથ ન ઉપાડો. આ કોઈ મર્દાનગી નથી.’

તેના પર અભિષેક પોતાના બચાવમાં કહે છે કે, ‘હું કહેવા માગુ છું કે, તેણે પણ કોઈ કસર છોડી નથી.’ રોહિત તરત જ તેને અટકાવે છે અને કહે છે કે, ‘આ વાતનો બચાવ પણ ન કરો. જો સંબંધ આટલો બગડતો જણાય તો તેનો અંત લાવો. પરંતુ આ બાબતને આટલી લાંબી ન ખેંચો.’

રોહિતે મુનવ્વર પર આરોપ લગાવ્યો હતો
રોહિત શેટ્ટીએ મુનવ્વરની ભૂતપૂર્વ મિત્ર નાજિલા સિતાશી વિશે વાત કરી. તેણે કહ્યું કે ‘તમે અને આયેશા ખાને મળીને બહાર એક છોકરીને તમાશો બનાવી દીધો છે. જો તમે આ બધું ન કર્યું હોત, તો તમે અહીં ઇચ્છનીય સ્પર્ધકના રૂપમાં હોત પરંતુ તમે ખૂબ કંટાળાજનક બની ગયા.
રોહિતે કહ્યું કે, ‘તમે ખોટી સ્ટોરી બનાવી રહ્યા છો.’ મુનવ્વરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે, ‘બ્રેકઅપ એવી રીતે થયું કે અમે સાથે રહીશું નહીં તે ખબર હતી પણ સંબંધો ખતમ થયા ન હતા.’ રોહિતે કહ્યું કે ‘તમે આખી સિઝનમાં ખોટું બોલતા રહ્યા અને પ્રેક્ષકોને પણ છેતર્યા.’

અંકિતા વિકી વિના તમારી કોઈ રમત નહોતી:રોહિત શેટ્ટી
પ્રોમોમાં રોહિત અંકિતા લોખંડેને વેધક સવાલો પૂછતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ‘જો વિકી જૈન ન હોત તો તમારી રમત કેવી હોત? જો તે અહીં ન હોત તો તમારી પાસે કોઈ રમત ન હોત.’ અંકિતા કહે છે કે ‘મને લાગે છે કે જો વિકી ન હોત તો હું મારા નિર્ણયો વધુ સારી રીતે લઈ શકત.’
રોહિત મન્નરા ચોપરાને કહે છે કે, ‘તમે મુનવ્વર પર પ્રભુત્ત્વ જમાવતા હતા. કારણ કે તે તમારી સાથે વાત કરતો ન હતો. તમે તેની પાછળ કેમ પડ્યા હતા? મન્નારા કહે છે- ‘કારણ કે તે ખોટો હતો’.

રોહિતે કહ્યું- ‘તમે મુનવ્વરને કહ્યું હતું કે મને માત્ર 5 મિનિટ આપો… જો તે આટલો ખરાબ વ્યક્તિ છે તો તમે તેની પાસે 5 મિનિટ કેમ માગી રહ્યા હતા. તમારે તેનો ચહેરો પણ જોવો જોઈએ નહીં’.
ખતરોં કે ખિલાડીમાં અભિષેક જોવા મળશે?
રોહિત શેટ્ટી શોમાં ટોપ 5 સ્પર્ધકોને તીક્ષ્ણ પ્રશ્નો પૂછતા જોવા મળશે. ખરેખર, રોહિત ‘ખતરોં કે ખિલાડી’ની નવી સીઝન લાવવા જઈ રહ્યો છે. તે પોતાના શો માટે અહીંથી સ્પર્ધકોની પસંદગી કરશે. આ કારણે રોહિત પ્રોમોમાં દરેકને તીક્ષ્ણ પ્રશ્નો પૂછતો જોવા મળે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રોહિત આગામી એપિસોડમાં અભિષેકને તેના શોમાં આવવા માટે કહેશે. અભિષેકનો જવાબ શું છે એ એપિસોડ આવ્યા પછી જ ખબર પડશે.