8 કલાક પેહલા
- કૉપી લિંક
11 સપ્ટેમ્બરે મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ બાંદ્રામાં બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મલાઈકાના પિતાના નિધનના સમાચાર મળતા જ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ તેને સાંત્વના આપવા સતત પહોંચી રહ્યા છે. ગઈકાલે અનિલ મહેતાના અંતિમ સંસ્કાર થયા હતા, જેમાં મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેનો આખો પરિવાર હાજર રહ્યો હતો, જોકે સલમાન ખાન આ પ્રસંગે ગેરહાજર હતો. જો કે ગુરુવારે મોડી રાત્રે સલમાન ખાન પણ મલાઈકાના ઘરની બહાર જોવા મળ્યો હતો.
ગુરુવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે સલમાન ખાન બાંદ્રામાં મલાઈકાની માતાના ઘરે પહોંચ્યો હતો. તે પોલીસ સુરક્ષા અને કડક સુરક્ષા સાથે મલાઈકાના ઘરની બહાર જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત હતો, જેના કારણે તે અનિલ મહેતાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શક્યો. જોકે, શૂટિંગ પૂરું થતાં જ સલમાન સીધો મલાઈકાને મળવા ગયો હતો. જ્યારે, અરબાઝ ખાન અને મલાઈકાના છૂટાછેડા પછી, સલમાન મલાઈકાથી દૂર રહેતો હતો.

મલાઈકા અરોરા બાંદ્રામાં રહે છે. તેની માતા જોયસ અને પિતા અનિલ મહેતા તેના ઘરની નજીક આયેશા મનોર બિલ્ડીંગમાં રહેતા હતા. ગત સાંજે મલાઈકા અરોરા પણ તેની માતાનું ઘરથી રવના થતીજોવા મળી હતી. આ દરમિયાન અર્જુન કપૂર તેની સાથે હતો.

મૃત્યુ પહેલા પિતાએ મલાઈકાને ફોન કર્યો હતો 11 સપ્ટેમ્બરના રોજ અનિલ મહેતાએ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મલાઈકા પુણેમાં હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આત્મહત્યા કરતા પહેલા અનિલ મહેતાએ પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો. તેણે કોલ પર કહ્યું કે તે બીમાર અને થાકેલા છે. આ પછી તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો.

આ જગ્યાએથી અનિલ મહેતાનો મૃતદેહ મળ્યો હતો.

અનિલ મહેતાનો મૃતદેહ આયેશા મનોર બિલ્ડિંગમાં આ જગ્યાએથી મળી આવ્યો હતો.
મલાઈકા અરોરાએ લખ્યું- અમે પ્રાઈવસી માટે વિનંતી કરીએ છીએ પિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રાઈવસીની માંગ કરી છે. તેણે લખ્યું છે કે, ‘તમને જણાવતા મને ખૂબ જ દુખ થાય છે કે મારા પિતા અનિલ મહેતા નથી રહ્યા. તે એક અદ્ભુત માણસ, એક સમર્પિત દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારો પરિવાર તેમના નિધનથી આઘાતમાં છે. અમે મીડિયા અને ચાહકોને આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા જાળવવા વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ.

અનિલ મહેતાના મૃત્યુના સમાચાર મળતા જ અરબાઝ ખાન સૌથી પહેલા તેમના ઘરે પહોંચ્યો હતો. અરબાઝ અને તેનો પરિવાર અંતિમ સંસ્કાર સુધી મલાઈકા સાથે હતો. મલાઈકાની નજીકના મિત્રો કરિશ્મા કપૂર અને કરીના કપૂર પણ તેની સાથે હાજર હતી.
જુઓ અંતિમ સંસ્કારની તસવીરો-

મલાઈકા અરોરા અને તેનો પુત્ર અરહાન તેમના પિતાના અંતિમ સંસ્કારમાં તેમની માતા સાથે.

મલાઈકાની બહેન અમૃતાએ તેના પુત્ર અને પતિ સાથે પિતાના ઘરથી રવાના થઈ

મલાઈકાની માતાના આંસુ ઘરેથી સ્મશાન પહોંચ્યા ત્યાં સુધી રોકાયા નહોતા.

મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ પણ પત્ની સાથે સ્મશાનગૃહ પહોંચ્યો હતો.

અભિનેતા અર્જુન કપૂર પણ સ્મશાનગૃહમાં જોવા મળ્યો હતો.

આ મુશ્કેલ સમયમાં અર્જુન કપૂર મલાઈકા સાથે જોવા મળ્યો હતો.

સૈફ અલી ખાન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ જોવા મળ્યો હતો.

ફિલ્મ નિર્માતા ફરાહ ખાન પણ ભાઈ સાજિદ ખાન સાથે સ્મશાનગૃહ પહોંચી હતી.

અરબાઝનો ભાઈ સોહેલ પુત્ર નિર્વાણ સાથે પહોંચ્યો હતો.

મલાઈકાની મિત્ર અભિનેત્રી કરીના કપૂર ખાન પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.