19 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાને હાલમાં જ ફિલ્મ ‘દબંગ 4’ વિશે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે તે અને અરબાઝ ખાન કોઈ વાર્તા પર સહમત થશે, ત્યારે જ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. તે સમયની વાર્તાઓ પર બંનેના મંતવ્યો મેળ ખાતા નથી.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/03/30/salman-khan-rejects-dabangg-4s-script-penned-by-ti_1711798485.jpg)
‘દબંગ’ સિરીઝની પહેલી ફિલ્મ 2010માં રિલીઝ થઈ હતી. બે વર્ષ પછી 2012માં ફિલ્મ ‘દબંગ 2’ નો બીજો ભાગ રિલીઝ થયો હતો . 7 વર્ષના લાંબા અંતરાલ બાદ દબંગ 3 સિરીઝનો ત્રીજો ભાગ રિલીઝ થયો છે. આ ત્રણેય ભાગમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને અરબાઝ ખાન જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં સોનાક્ષીએ સલમાનની પત્નીનો રોલ કર્યો હતો. જ્યારે અરબાઝ તેના ભાઈના રોલમાં જોવા મળ્યો હતો.
‘પટના શુક્લા’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન આ વાત કહી
રવિના ટંડનની ફિલ્મ ‘પટના શુક્લા’ની સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાનને ‘દબંગ 4’ વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં સલમાને કહ્યું- જ્યારે અમે બંને ભાઈઓ (સલમાન અને અરબાઝ) એક જ સ્ક્રિપ્ટ લોક કરીશુ તો ફિલ્મ આવશે. હવે અરબાઝે કંઈક બીજું બનાવવું છે, મારે કંઈક બીજું બનાવવું છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/03/30/tumblr80ed888c19a30d819c7876d638decd9cc03e0d6e1280_1711798492.jpg)
2021માં સમાચાર આવ્યા હતા કે તિગ્માંશુ ધુલિયા સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.
2021માં પિંકવિલાના સૂત્રોએ જણાવ્યું કે તિગ્માંશુ ધુલિયા સલમાનની ફિલ્મ ‘દબંગ 4’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તિગ્માંશુ એક વર્ષથી વધુ સમયથી ‘દબંગ 4’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
અહેવાલો અનુસાર આ વખતે નિર્માતાઓ ફિલ્મમાં ચુલબુલ પાંડેની ભૂમિકામાં નવીનતા ઇચ્છે છે.
સલમાન 25 વર્ષ પછી કરન જોહર સાથે કામ કરશે
સલમાન છેલ્લે ‘ટાઇગર ‘3 ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ જોવા મળ્યા હતા. આગામી સમયમાં સલમાન 25 વર્ષ બાદ કરન જોહર સાથે કામ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટાઇટલ ‘ધ બુલ’ છે, જેના દિગ્દર્શનની જવાબદારી ‘શેરશાહ’ ફેમ ડિરેક્ટર વિષ્ણુવર્ધન પર હશે. જ્યારે કરન આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/03/30/karan-johar-salman-khan1697628853943_1711798505.jpg)
આ સિવાય સલમાન પાસે ‘ટાઈગર VS પઠાન’ અને સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’ પણ છે.