14 કલાક પેહલા
- કૉપી લિંક
2008માં આવેલી ફિલ્મ ‘ગજની’ જબરદસ્ત હિટ રહી હતી, જેમાં આમિર ખાનની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. જે સમયે ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ ઈચ્છતા હતા કે સલમાન ખાનને આ ફિલ્મમાં લીડ રોલ આપવામાં આવે. જોકે, એક્ટર પ્રદીપ રાવતના કહેવાથી તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
હાલમાં જ એક્ટર પ્રદીપ રાવતે સિદ્ધાર્થ કાનનને આપેલા ઇન્ટરવ્યૂમાં ‘ગજની’ ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ડિરેક્ટર એ. આર. મુરુગાદોસે તેમની તમિળ ફિલ્મ ‘ગજની’ને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેઓ આ ફિલ્મમાં સલમાન ખાનને લીડ રોલ આપવા માગતા હતા. જો કે જ્યારે એ.આર. મુરુગદાસ પ્રદીપ રાવતને આ વાત કહી તો તેમને આ વિચાર પસંદ ન આવ્યો.
ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘મને લાગ્યું કે સલમાન શોર્ટ ટેમ્પર્ડ વ્યક્તિ છે અને મુરુગદાસહિન્દી અને અંગ્રેજી નથી જાણતા. તે સમયે તેમની પાસે કોઈ વ્યક્તિત્વ પણ નહોતું.’ તેમણે કહ્યું કે, ‘તેમનું માનવું છે કે ભાષાને કારણે નિર્દેશકને સલમાન ખાન સાથે કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. તેથી તેમણે પોતે આમિરનું નામ સૂચવ્યું, જેમની સાથે તેમણે ‘સરફરોશ’માં કામ કર્યું હતું. તે માનતા હતા કે જો તે ભાષા જાણતો ન હોય તો મુરુગાદોસને આમિર સાથે કામ કરવું સરળ લાગશે

‘ગજની’ ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલા ડિરેક્ટર એ.આર. મુરુગાદોસ અને આમિરની તસવીર
જેના પર તેમણે કહ્યું, ‘મને લાગ્યું કે આ રોલ માટે આમિર એક બેસ્ટ વિકલ્પ હશે, કારણ કે તે ખૂબ જ કૂલ સ્વભાવનો છે અને દરેકની સાથે આદરપૂર્વક વર્તે છે. છેલ્લાં 25 વર્ષમાં મેં આમિરને ક્યારેય કોઈની સાથે બૂમો પાડીને વાત કરતા જોયા નથી. તે ક્યારેય કોઈનું અપમાન કરતો નથી કે અપશબ્દો બોલતો નથી. તેથી મને લાગ્યું કે સલમાન નેચર વાઈઝ હેન્ડલ કરવો થોડો જટિલ હશે. આમિર ખૂબ જ સ્માર્ટ,શરીફ અને ખૂબ હોશિયાર છે.’
ફિલ્મ ગજની 2005માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘ગજની’ની હિન્દી રિમેક હતી. તમિળ ફિલ્મનું નિર્દેશન પણ એ.આર. મુરુગાદોસે કર્યું હતું. તેમણે ‘ગજની’ સાથે હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.
એ.આર. મુરુગાદોસ ‘સિકંદર’માં સલમાન ખાનને ડિરેક્ટ કરશે
સલમાન ખાને ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર.મુરુગાદોસ કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલીડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે. જાહેરાતની સાથે જ સલમાને એ પણ કહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.
