47 મિનિટ પેહલા
- કૉપી લિંક
999માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ અને કરિશ્મા કપૂર સહિત ઘણા કલાકારોએ એક સાથે કામ કર્યું હતું. 1998માં જોધપુરમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન સહિત ફિલ્મની કેટલીક સ્ટાર કાસ્ટ્સે કાળા હરણનો શિકાર કર્યો હતો.
હવે એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મમાં આનંદ બાબુની ભૂમિકા ભજવનાર એક્ટર મહેશ ઠાકુરે વાત કરી છે. મહેશે જણાવ્યું કે તે સમયે પોલીસ સેટ પર આવી અને આ પાંચ કલાકારોને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના સેટ પર મોહનીશ બહલ અને સૈફ અલી ખાન સાથે મહેશ ઠાકુર
અમારા માટે તે ખૂબ જ ખરાબ અનુભવ હતો: મહેશ
યુટ્યુબર સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહેશે કહ્યું, ‘તે ખૂબ જ ખરાબ અનુભવ હતો. અમે જોધપુરમાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસકર્મીઓ સેટ પર આવ્યા અને બધાને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ આખા મામલામાં મારી, મોહનીશ બહલ અને કરિશ્મા કપૂરની કોઈ સંડોવણી નહોતી. પરંતુ અમે જે જોયું અને અનુભવ્યું તે ખૂબ જ નકામું હતું.’
બીજા દિવસે સલમાન અને સૈફ એકદમ નોર્મલ હતાઃ મહેશ
મહેશે વધુમાં કહ્યું, ‘પોલીસ સેટ પરથી સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ કોઠારી, તબ્બુ અને સોનાલી બેન્દ્રેને લઈ ગઈ હતી. જેમાંથી તેઓએ સલમાનને રાતભર પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. જે બાદ તેના ભાઈઓ અરબાઝ અને સોહેલ તેમને છોડવવા માટે આવ્યા હતા. બીજા દિવસે, સલમાન સેટ પર પાછો ફર્યો અને સામાન્ય રીતે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું. બીજા દિવસે સૈફ પણ નોર્મલ હતો.
આ કેસમાં સલમાન 1998થી લઈને અત્યાર સુધી ઘણી વખત જેલ જઈ ચૂક્યો છે
‘આ મુદ્દા સાથે મોટા કલાકારોના નામ જ જોડાયા હોય મુદ્દો વધુ મહત્ત્વનો બન્યો
આ સમગ્ર મામલામાં મીડિયાને જવાબદાર ઠેરવતા મહેશે કહ્યું, ‘આ મામલામાં ઘણા મોટા કલાકારોના નામ જોડાયા હતા. ખાસ કરીને સલમાન ખાન, આવી સ્થિતિમાં લોકોએ આ મામલાને લઈને ઘણો હોબાળો મચાવ્યો હતો. મીડિયાએ ઘણી નકારાત્મકતા ફેલાવી પણ અંતે કશું બહાર આવ્યું નહીં.
આ બાબતને કારણે જોધપુર શેડ્યૂલ ચોક્કસપણે રદ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કલાકારોને મુંબઈ પાછા મોકલવામાં આવ્યા હતા. જોકે, થોડા સમય પછી અમે ફરી મળ્યા અને અમે સમયસર આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું.
ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની આખી સ્ટાર કાસ્ટ
19 કરોડના બજેટમાં બનેલી ‘હમ સાથ-સાથ હૈ’એ 81 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથ, તે વર્ષ 1999ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જેનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું હતું.