1 કલાક પેહલા
- કૉપી લિંક
1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં સલમાન ખાન પહેલીવાર સપોર્ટિંગ કેરેક્ટરમાં જોવા મળ્યો હતો. આ બાદ 1989માં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લીડ એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે સલમાનને તેની ફેવરિટ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું તો એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ‘મૈંને પ્યાર કિયા’નું નામ લઈ લીધું હતું. ફિલ્મના શૂટિંગની એક ફની ઘટના પણ શેર કરી.
‘કબૂતર જા જા’ ગીતનો કિસ્સો
હેલો સાથેની વાતચીતમાં સલમાને પ્રખ્યાત ગીત ‘કબૂતર જા જા’ના શૂટિંગની એક ક્ષણને યાદ કરી હતી, જેનાથી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તે સમયે હું લગભગ 18 વર્ષનો હતો અને ‘કબૂતર જા જા’ ગીતના શૂટિંગ દરમિયાન મારી ખૂબ જ ફની યાદ છે.

સલમાને કહ્યું કે મને અચાનક સમજાયું કે આ પાત્ર મારા માટે છે. કારણ કે તે પહેલાં જ્યારે પણ નરેશન થતું ત્યારે હું આ પાત્ર માટે જેકી શ્રોફ કે અનિલ કપૂરની કલ્પના કરતો હતો. પરંતુ તે સમયે મેં મારી જાતને કોઈ મોટી ફિલ્મ કરવાની કલ્પના નહોતી કરી. તે ક્ષણ હતી જ્યારે મેં વિચાર્યું કે ‘હા’ હું કરી શકું છું. એ વખતે મારી આંખમાં આંસુ હતા.
ઘણા ઓડિશન પછી રાજશ્રી દ્વારા ‘મૈંને પ્યાર કિયા’માં લીડ રોલ માટે સલમાનની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ ભાગ્યશ્રી પણ હતી. જ્યારે સલમાન એક ફિલ્મ સ્ટાર રહ્યો અને 1990 ના દાયકામાં ઘણી હિટ ફિલ્મોમાં દેખાયો, ત્યારે ભાગ્યશ્રીએ તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડા વર્ષો પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો.

‘મૈંને પ્યાર કિયા’ની સફળતા બાદ પણ સલમાનને તેની આગામી હિટ ફિલ્મ માટે થોડા વર્ષો રાહ જોવી પડી હતી. IIFA એવોર્ડ્સ 2022 દરમિયાન સલમાને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થયા પછી ભાગ્યશ્રીએ નક્કી કર્યું કે તે હવે કામ કરવા માગતી નથી, કારણ કે તે લગ્ન કરવા માગતી હતી.

મારી પાસે છ મહિના સુધી કોઈ ફિલ્મ નહોતી. અને પછી એક ‘દેવતા સમાન આદમી’ રમેશ તૌરાની મારા જીવનમાં આવ્યા હતા. તે સમયે મારા પિતાએ મને 2,000 રૂપિયા આપ્યા અને નિર્માતા જીપી સિપ્પીને ફિલ્મ ઉદ્યોગના અખબારમાં નકલી જાહેરાત કરવા માટે સમજાવ્યા કે તેમણે મને ફિલ્મ માટે સાઈન કરી છે. જીપીએ આ કર્યું પરંતુ કોઈ પિક્ચરન હતા. રમેશ તૌરાની સિપ્પીની ઓફિસે ગયા અને તેમને ફિલ્મના ગીત માટે 5 લાખ રૂપિયા આપ્યા. તે 5 લાખ રૂપિયાના કારણે જ મને આખરે 1991માં ‘પત્થર કે ફૂલ’ નામની ફિલ્મ મળી.