6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગેંગસ્ટર લોરેન્સ અને તેની ગેંગની સતત ધમકીઓ વચ્ચે સલમાને ફરી એકવાર કામ શરૂ કર્યું છે. આ દિવસોમાં અભિનેતા રિયાલિટી શો ‘બિગ બોસ 18’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અહેવાલો મુજબ સલમાન ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ શો ‘દબંગ રીલોડેડ’ માટે દુબઈ જવાનો છે. આ શો આ વર્ષે 7 ડિસેમ્બરે થશે.

આ ટૂરમાં જેકલીન, તમન્ના અને સોનાક્ષી સહિત ઘણા સેલેબ્સ સલમાન સાથે જોડાશે.
જેકલીન-સોનાક્ષી સહિતના આ સેલેબ્સ સાથે રહેશે ETimes ના અહેવાલ મુજબ, ‘દબંગ રિલોડેડ’માં સલમાન સાથે જેકલીન ફર્નાન્ડીઝ, સોનાક્ષી સિંહા, સુનીલ ગ્રોવર, મનીષ પોલ અને આસ્થા ગિલ જેવા સેલેબ્સ જોવા મળશે. જોર્ડી પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સલમાને ફરીથી ‘સિંઘમ’નું શૂટિંગ કર્યું જો રિપોર્ટ્સનું માનીએ તો સલમાને હાલમાં જ ભારે સુરક્ષા વચ્ચે અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ પૂરું કર્યું છે. આમાં તે ચુલબુલ પાંડેના રોલમાં કેમિયો કરતો જોવા મળશે.

1 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં સલમાનનો કેમિયો હોઈ શકે છે
બાબા સિદ્દીકીની હત્યા બાદ સિક્યોરિટી ટાઇટ કરવામાં આવી છે તાજેતરમાં મુંબઈમાં રાજકારણી અને સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. તાજેતરમાં જ સલમાનને વધુ એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો જેમાં લોરેન્સ સાથેનો વિવાદ ઉકેલવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, બાદમાં મેસેજ મોકલનારે કથિત રીતે માફી માંગી હતી.
આ વધતી ધમકીઓને કારણે સલમાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. હાલ સલમાનની સુરક્ષામાં લગભગ 51 ગાર્ડ હાજર છે.

લોરેન્સ ગેંગે આ વર્ષે 14 એપ્રિલે સલમાનના ઘરે ફાયરિંગ અને ત્યારબાદ 12 ઓક્ટોબરે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. ગેંગસ્ટર લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
‘સિકંદર’માં સલમાન જોવા મળશે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘બિગ બોસ’ સિવાય સલમાન ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આમાં તે પહેલીવાર સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ.આર. મુરુગાદોસ કરી રહ્યા છે. તે 2025માં ઈદ પર રિલીઝ થશે.