5 કલાક પેહલા
- કૉપી લિંક
સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ને લઈને સમાચારમાં છે. બીજી તરફ, એક્ટરના હોલિવૂડમાં કામ કરવાના સમાચાર પણ બહાર આવી રહ્યા હતા. હવે હોલિવૂડ પ્રોજેક્ટમાંથી સલમાનનો ફર્સ્ટ લુક રિવીલ થયો છે. એક્ટરનો આ લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
હોલિવૂડ પ્રોજેક્ટનો લુક રિવીલ સલમાન ખાનની આ ફિલ્મની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં સલમાન સાથે સંજય દત્ત પણ જોવા મળશે. તાજેતરમાં જ સલમાન ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયો વાઈરલ થયા પછી, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાને હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે સલમાન ખાનનો એક વીડિયો શેર કર્યો છે. યુઝરે દાવો કર્યો છે કે સલમાન હાલમાં સાઉદી અરેબિયામાં છે અને તેના હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહ્યો છે.

સલમાન સાથે સંજય દત્ત પણ જોવા મળશે અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો હશે. નિર્માતાઓએ સલમાન ખાન અને સંજય દત્તને કાસ્ટ કર્યા છે જેથી તેઓ મધ્ય પૂર્વના દર્શકોને પણ લક્ષ્ય બનાવી શકે.

‘સિકંદર’ ઈદ પર રિલીઝ થશે સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર વિશે વાત કરીએ તો, આ ફિલ્મનું ડિરેક્શન સાઉથના પ્રખ્યાત ડિરેક્ટર એ.આર. મુરુગદાસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2025માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતીક બબ્બર સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં, નિર્માતાઓએ સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘સિકંદર’નું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું.

27 ફેબ્રુઆરીએ ટ્રેલર રિલીઝ થઈ શકે છે ફિલ્મનું પોસ્ટર નડિયાદવાલાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચાહકોને 27 ફેબ્રુઆરીએ એક મોટું સરપ્રાઇઝ મળી શકે છે. એવું અનુમાન છે કે આ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.